યુવા સ્વાસ્થ્ય

WHOના માપદંડો પ્રમાણે ૧૦ થી ૧૯ વર્ષનો સમયગાળો યુવાનને બદલી નાખે છે.તેઓ જયારે તારુણ્ય અવસ્થામાં પ્રવેશે છે ત્યારે શારીરિક તેમજ લાગણીશીલ જેવાં ઘણાં અનુભવથી પરિચિત થાય છે.આ રીતે વ્યક્તિત્વ અને શારીરિક લક્ષણોના આધારે તેનામાં નાટકીય રીતે ફેરફાર થાય છે. જે શરીરમાં શારીરિક પરિવર્તનો અને માસિક સમયના કારણે થાય છે,તેના લીધે હોર્મોન્સ અને મનોસ્થિતિ પર તેની અસર થાય છે.

તરુણાવસ્થા-સંબંધિત વૃદ્ધિમાં પરિવર્તનો

 • છોકરીઓમાં ૮ થી ૧૩ વર્ષ વચ્ચેના સમય દરમ્યાન જાતીય વિકાસ શરૂ થાય છે અને ૧૦ થી ૧૪ વર્ષના સમય દરમ્યાન તે પૂર્ણ રીતે વિકસિત થાય છે.
 • છોકરાઓમાં ૧૦ થી ૧૩ વર્ષ વચ્ચેના સમય દરમ્યાન જાતીય વિકાસ શરૂ થાય છે અને ૧૬ વર્ષના સમય દરમ્યાન તે પૂર્ણ રીતે વિકસિત થાય છે.

Cછોકરીઓમાં થતાં ફેરફારો :

આ લાક્ષણિકતાઓના ઘટનાક્રમના આધારે છોકરીઓ તરુણાવસ્થામાં પહોચે છે

 • તેની ઉચાઈના વૃદ્ધિ દરનો વિકાસ થાય છે.
 • ગર્ભાશય અને યોનિના આકારમાં વધારો થાય છે.
 • તેના સ્તનોના કદમાં વધારો થાય છે.
 • સામાન્ય રીતે સ્તન વિકાસની શરૂઆત પછી ૬ થી ૧૨ મહિનાના અંતે જનીનાંગોની નીચે વાળ ઉગવાનું શરૂ થાય છે,લગભગ ૨ વર્ષમાં છોકરીઓની ઊંચાઈનો વૃદ્ધિદર વિકાસ પામે છે.
 • માસિક ધર્મનો સમય શરૂ થઈ જાય છે, ૧૪ થી ૧૫ વર્ષ દરમ્યાન તેમની પુખ્ત ઉમરમાં આશરે ૧ થી ૨ ઇંચ જેટલો વધારો થાય છે( યુવાન હોય કે તેથી વધુ ઉંમરના હોય પણ તરુણાવસ્થાની શરૂઆત પર તેનો આધાર રહે છે.)

છોકરાઓમાં થતાં ફેરફારો :

છોકરાઓમાં પ્રથમ શારીરિક ફેરફારો તરુણાવસ્થામાં જોવા ૧૦ થી ૧૬ વર્ષ વચ્ચેના સમય દરમ્યાન જોવા મળે છે.તેમનો ૧૨ થી ૧૫ વર્ષની ઉંમર દરમ્યાન ઝડપી વિકાસ થાય છે.છોકરીઓની ઉંમર કરતાં છોકરાઓની ઉંમર દરમ્યાન સરેરાશ વૃદ્ધિ લગભગ ૨ વર્ષ પછી થાય છે. ૧૬ વર્ષની ઉંમર,દરમ્યાન મોટા ભાગના છોકરાઓનો વૃદ્ધિ દર અટકી જાય છે પરંતુ તેમનાં સ્નાયુઓનો વિકાસ શરૂ રહે છે.

તરુણાવસ્થામાં છોકરાઓમાં થતી લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે :

 • શિશ્ન અને અંડકોષના માપમાં વધારો થવો.
 • સાથળમાં,બગલમાં અને ચહેરા પર વાળ આવવાની શરૂઆત થાય.
 • અવાજ કઠોર અને ઘણીવાર તિરાડ અથવા તૂટી જાય તેવો થાય.
 • સ્વરપેટીના કોમલાસ્થિ અથવા સ્વરકંઠનું કદ મોટું થાય છે
 • અંડકોષમાં શુક્રાણુંનું ઉત્પાદન શરુ થાય છે.

પ્રશ્ન. તરુણો માટે તંદુરસ્ત ખાવાનું શું છે ?

તરુણોને સ્વસ્થ આહાર અને તંદુરસ્ત રહેવાં અને દેખાવા માટે જરૂરી છે :

 • નાસ્તો ખાવો : નાસ્તો કરવાનું છોડી દેવાથી વજન ઓછો કરવામાં મદદ કરતું નથી,કારણ કે તેમાં જરૂરી પોષક તત્વોને તેમાંથી બાકાત રાખી શકાય છે.સારા સ્વાસ્થ્ય માટે એક સ્વસ્થ નાસ્તો સંતુલિત આહારનો મહત્વનો ભાગ છે જેના દ્વારા જરૂરી વિટામીન અને ખનીજતત્વો મળી શકે છે.આખા અનાજ સાથે ફળની કતરીઓ ટોચ ઉપર મુકીને દિવસની શરૂઆતમાં સ્વાદિષ્ટ અને સ્વસ્થ ખોરાક બનાવવાનો રસ્તો છે.
 • એક દિવસમાં ફળો અને શાકભાજીઓ ખાવાનું લક્ષ્ય રાખવું : : શરીર માટે જે વિટામીન અને ખનીજતત્વોનો મોટો સ્ત્રોત છે તે ફળો અને શાકભાજી માંથી મળે છે.તાજા ફળોનો રસ,સોડા અને શાકભાજી સંતુલિત આહાર જાળવવામાં મદદ કરે છે.
 • નાસ્તાના સમયે,અવેજીરૂપ ખોરાક તરીકે વધારે ચરબી અથવા ખાંડવાળો તંદુરસ્ત ખોરાકની પસંદગી કરવી :વધારે ચરબીવાળા સ્પાઈસી ખોરાકો,મટન અને સોસમાં બનાવેલી વસ્તુંઓ,બિસ્કીટ અને કતરીઓનો સમાવેશ થાય છે.વધારે ખાંડવાળી કેક અને પેસ્ટ્રીઓ,મીઠાઈઓ અને ચોકલેટનો સમાવેશ થાય છે.વધારે પડતી ચરબી પણ ઉચ્ચ કોલેસ્ટ્રોલ પેદા કરી શકે છે.
 • પૂરતાં પ્રમાણમાં પ્રવાહી લેવું : : એક દિવસમાં ઓછામાં ઓછું છ થી આઠ ગ્લાસ પ્રવાહી પીવાનું લક્ષ્ય રાખવું જોઈએ,પાણી,મીઠાશ વગરના ફળોનો રસ (પાણી સાથે ભેળવીને)અને દૂધ વગેરે બધી તંદુરસ્ત પસંદગીઓ લેવી જોઈએ.
 • જમવામાં પૌંષ્ટિક આહાર : : જમવામાં અનાજની રોટલી,સીંગો,આખા દાણાવાળા અનાજનો નાસ્તો,ફળો અને શાકભાજીઓ લેવાં જોઈએ.આ ખાદ્ય પદાર્થોમાં તન્તુંજન્ય રેસાઓ ભરપૂર માત્રામાં હોય છે અને તે આપણને લાંબા સમય સુધી સંપૂર્ણ રીતે મદદ કરે છે.
 • શરીરનું વજન ઓછું કરવું : ભોજનમાં સંતુલિત આહાર ન લેવાથી અથવા શરીરમાં મહત્વના પોષક તત્વોની ખામી ઊભી થઈ શકે છે.આના કારણે વજન ઓછું થઈ શકે છે અને ઓછાં વજનના કારણે સ્વાસ્થ્યમાં અનેક મુશ્કેલીઓ થઈ શકે છે.તેથી તમારાં વજન ઓછું કરવું ખૂબ જરૂરી છે કેમ કે તંદુરસ્તી માટે વજનનું મહત્વપૂર્ણ યોગદાન છે.
 • શરીરનું વજન વધારવું : વજન વધારવા માટે ઘણાં બધા ચરબીયુક્ત ખોરાક અને કેલેરીની જરૂર પડે છે,આથી વજન વધારવા માટે ઘણી બધી કેલેરીવાળો ખોરાક ખાવો જરૂરી છે.જેમાં ચરબી અને ખાંડ વધારે પ્રમાણમાં હોય તેવો ખોરાક ઓછો ખાવાનો પ્રયત્ન કરવો,કોઈ ઠંડા પીણા અથવા ઓછી ખાંડવાળા પીણા પસંદગી મુજબ અદલા બદલી કરીને લઈ શકાય. આમ,વજન વધારવા માટે ઘણી બધી કેલેરીવાળો ખોરાક ખાવો જરૂરી છે.

સંદર્ભ: http://www.nhs.uk/Livewell/Goodfood/Pages/healthy-eating-teens.aspx

પ્રશ્ન. તરુણોની વિવિધ સ્વાસ્થ્ય મુશ્કેલીઓ કંઈ કંઈ છે ?

હતાશા :
હતાશાને હતોત્સાહ વાળી સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.જ્યાં આ પરિસ્થિતિઓ દર્દીઓના પ્રદર્શન અને તેમના વાતાવરણને તેની ગંભીર લાગણી વડે દર્શાવી શકાય છે.

તરુણોના હતાશાને લગતાં અમુક સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે :

 • શૈક્ષણિક ઉપલબ્ધિઓમાં ઘટાડો થવો
 • મિત્રતાના વ્યવહારોમાં સમસ્યાઓ થવી
 • પરિવાર અને બીજા લોકોના સંપર્કમાં આવવામાં પીછેહઠ
 • ઉત્સાહ અને આક્રમકતા કરવી,ક્રોધ અને રોષમાં તકલીફ થવી
 • ઉદાસી અને લાચારીઓની લાગણીઓ જોવા મળે
 • વધારે પડતી આલોચનાઓ કરવી
 • માતા પિતાની લાગણીઓને હકારાત્મક બનાવવા અસમર્થતા કરવી
 • આત્મ સન્માનની ભાવનાની ઉણપ અને અપરાધો કરવાનું વલણ અપનાવવું

યુવાનોના સ્વભાવની ગતિઓ:

યુવાનોના જીવનમાં લાગણીશીલ અને સામાજિક પરિવર્તનોના બદલાવ માટે શારીરિક સ્થિતિઓ અને સામાજિક પરિવર્તનો માટે જરૂરી હોય છે.તેઓની પાસે ઘણી બધી બાબતો ઘેરાયેલી હોય છે.મિત્રતા,અભ્યાસ,સંબંધો,ઉતર-ચઢાવ અને બીજા ઘણાં વિચિત્ર અને તરંગી ખ્યાલો ફરતા હોય છે.આ બધી બાબતો પર વિચાર કરવો જોઈએ.

સુવાની રીતભાતો : (ગુણવત્તા) રાષ્ટ્રીય ઉંઘ ફાઉન્ડેશન (યુએસએ-USA)ના જણાવ્યા અનુસાર, કિશોરાવસ્થામાં એક રાત્રી માટે ઓછામાં ઓછી આઠ થી નવ કલાક ઉંઘની જરૂર હોય છે.જે કિશોરો ઓછી ઉંઘ લેતા હોય તેઓને આત્મહત્યાના વિચારો આવવાની શક્યતા રહે છે.તેથી,કિશોરોએ રાત્રીના સમય દરમ્યાન ઉંઘની ખાતરીપૂર્વક સર્વોકૃષ્ટ બનાવવી જોઈએ.

મિજાજ અને હતાશાની શક્યતા: ઘણી વખત યુવાનોના વર્ષો “જીવનના મહત્વપૂર્ણ વર્ષો” તરીકે ઉભરી આવતાં હોય છે.કેટલાંક યુવાનોમાં હતાશા પણ જન્મી શકે છે.માતાપિતા/વાલીઓએ યુવાનોના લક્ષણો જેમ કે જમવામાં અથવા ઊંઘવામાં ફેરફાર થવો,શરીરમાં કમજોરી,ચીડિયાપણું વગેરે જોવા જોઈએ.યુવાનોના ઘણાં બધા નાના ફેરફારો તેને હતાશ થવા દેતા નથી.તેથી,યુવાનોના સામાન્ય વર્તન મોટા ફેરફારોમાં પરિણમે છે,માટે આ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ.બાળકોને ખભા પર હાથ રાખીને તેને જરૂરી મદદ પૂરી પાડીને યુવાનોને પોતાની જાતે હતાશા માંથી બહાર નીકળવાનો વિચાર આપી શકાય.

ખીલ:
સામાન્ય રીતે એક નાનો દાણો ચામડીમાં તૈલી કણ બને છે,કે જે ચામડી અને વાળને તૈલી રાખે છે.તરુણાવસ્થાના સમય દરમ્યાન આંતર સ્ત્રાવીય બદલાવના કારણે ખીલ સામાન્ય બાબત છે,જેના કારણે ચામડી પર ખૂબ ફોલ્લીઓ થાય છે.ઘણી બધી તેલ ઉત્પન્ન કરતી ગ્રંથીઓ કપાળ પર હોવાના કારણે વ્યક્તિના નાક,દાઢી વાળા ટી આકારના ભાગોમાં સૌથી વધારે નાની ફોલ્લીઓ થાય છે.

અહીં વધતા જતા ખીલને ઝડપથી અટકાવવાં માટે અને મદદરૂપ થઈ શકે તે માટે કેટલાંક ઉપાયો આપવામાં આવ્યાં છે :

 • યુવાઓએ તેના/તેણીનો ચહેરો એક દિવસમાં બે વખત સાબુથી હળવી રીતે ધોવા જોઈએ.ધીરે ધીરે આખા ચહેરાની ફરતે મસાજ કરવું.સાફ કર્યા પછી તેના ઉપર બ્રેન્ઝોલ પેરોક્ષાઈડ (કોઈ પણ પ્રિસ્ક્રિપ્શનની જરૂરિયાત વગર) ક્રીમ લગાવી શકો છો.તે તેલ અને બેક્ટેરિયાને ઘટાડશે.
 • ખીલને પોપ કરવું નહિ: જયારે ચહેરા પરની ચામડીમાં સોજો આવે,લાલાશ થાય કે ત્વચા પર ચેપની સંભાવના લાગે ત્યારે આ બાબતો વધુ દબાણ કરી શકે છે.
 • જો તમે ચશ્માના કાચ પર કે સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપતા ચશ્મા પહેરો છો તમારી આંખો અને નાકની આસપાસના છિદ્રોમાં ઘણા બધી તૈલી ત્વચાને વારંવાર સાફ કરવામાં આવે છે. તેની ખાતરી કરો.
 • સૂતા પહેલાં મેકઅપ દુર કરવો.

તમારાં ચહેરા પરના વધારાના તૈલી છિદ્રો અને ધૂળ દુર કરીને વાળને સ્વચ્છ રાખે છે.સૂર્ય સામે ચામડીને સુરક્ષિત રાખે છે. તે સોનેરી માસ્ક ખીલ જેવું હોય છે પરંતુ તે માત્ર હંગામી ધોરણે હોય છે.ખીલના વિકાસને અટકાવી શકાય છે,તેમાં સુધારો પણ થઈ શકે છે.ટેન્નીંગના લીધે ચામડી ખરાબ થઈ શકે છે જે ચામડીને નુકશાન કરે છે અને ચામડીના કેન્સરના જોખમમાં વધારો કરે છે.

બિન-કૃમિનાશક

પ્રશ્ન. વધારે પડતાં દારૂ ,દવાઓ અથવા અન્ય પદાર્થોના ઉપયોગ પર આરંભિક ચેતવણીના ચિન્હો ?

કેટલાંક ચિન્હોનો સમાવેશ થાય છે :
 • બાળકો ઘણી વખત તેમના સ્વાસ્થ્ય અંગે ફરિયાદો કરતા હોય છે જેમ કે થાકી જવું,આંખોમાં લાલાશ દેખાવવી આદિ સમસ્યા સામાન્ય બની જાય છે.તેથી વારંવાર તેમની આંખોમાં ટીપાં ઉમેરવામાં આવે છે.
 • શાળામાં બાળકની રુચિમાં ઘટાડો થઈ શકે અથવા તેના ગ્રેડમાં ઉણપ આવી શકે છે.
 • રસાયણો-રંગ કે કાગળોના બળેલા ટુકડાઓ વરાળમાં સ્વરૂપે શ્વાસમાં જાય છે.
 • બાળકોના કપડાં,હાથ અને ચહેરો અન્ય ચિન્હોમાં આવી શકે.

પ્રશ્ન. બાળકોના સ્વાસ્થ્ય માટે દારૂની આડઅસરો શું છે  ?

ઓછા સમય માટે દારૂના ઉપયોગનો આડઅસરોનો સમાવેશ થાય છે :
 • સંકલન અને આળશની પ્રતિક્રિયાનો અભાવ
 • એકાગ્રતામાં ઘટાડો
 • ઉલટી અને ઉબકાં થવા 
 • ફોલ્લીઓ ઉપસી આવવી
 • દૃષ્ટિક્ષમતામાં ઝાંખપ અને અસ્પષ્ટ બોલવી
 • તીવ્ર મિજાજ,ઉ.દા. આક્રમકતા, ગર્વ, હતાશા
 • માથાનો દુઃખાવો
 • યુવાન વયે અંધાપો આવવો.

દરરોજ દારૂ પીવો અને લાંબા સમય સુધી તેના સેવનથી શારીરિક,સામાજિક અને લાગણીસભર સમસ્યાઓ તરફ દોરી જાય શકે છે. તેમાં આનો સમાવેશ થાય છે :

 • લાંબા સમય સુધી દારૂના સેવનથી ઘણા બધા રોગો જેવા કે યકૃતમાં સિરોસીસ, ખાસ કરીને ગળાનું કેન્સર, કાકડા,અન્નનળી,ચોળિયા,(પુરુષોમાં) આંતરડા  અને (સ્ત્રીઓમાં) છાતીના રોગો થઇ શકે છે.
 • રોગોની વિવિધ શ્રેણીઓમાં હદય અને લોહી તેમજ તનાવ અને હાઈપરટેન્શનનો સમાવેશ થાય છે.
 • દારૂ પર આધારિત 
 • ગર્ભાવસ્થા દરમ્યાન અજાત બાળક માટે સ્તનપાન વખતે મિશ્રિત દારૂ અથવા દારૂ નુકશાન કરી શકે છે.
 • ચામડીની સમસ્યાઓ
 • પ્રજનનક્ષમ મુદ્દાઓ,જેમ કે જાતીય નપુંસકતા અથવા પ્રજજનમાં ઘટાડો થઈ શકે 
 • એકાગ્રતા અને સમય ગાળાની સ્મૃતિની સમસ્યાઓ
 • હતાશા

પ્રશ્ન.વ્યસન કેવી રીતે વિકસે છે ?

 • આ દવાનું સેવન ધીમે ધીમે અઠવાડિયાના અંતે મિત્રો સાથે ધૂમ્રપાન કરીને,અથવા પ્રસંગોપાત રેવ પાર્ટી અથવા સામાયિક પાર્ટીઓ, ઉદાહરણ તરીકે,એક સપ્તાહના અમુક દિવસોને બાદ કરતાં તેના ઉપયોગને બદલી શકો છો પછી નિયમિત થઈ જવાય છે.તમારા માટે આ દવાઓ ધીરે ધીરે ઉપયોગ કરીને પછી તમારા માટે તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
 • જો દવાઓની એક જરૂરિયાત પૂરી કરવામાં આવે તો,તે કિશોરને વિશ્વાસ આવવા લાગે છે.તેને મળેલી આ તક હોય એમ જણાય છે.ઉહાહરણ તરીકે,જો યુવાન પોતાની ચિંતા અથવા તનાવપૂર્ણ પરિસ્થિતિમાં દરમ્યાન તે\તેણી સ્વ-ઉકેલ માટે પોતાના વિવાદને શાંત પાડવા માટે તાત્કાલિક દવાઓ લઇ શકે,તો તેના લીધે તમને તે શરમાળ યુવાન તે\તેણી સામાજિક પરિસ્થિતિ વખતે સામાન્ય રીતે કે વધુ આત્મવિશ્વાસ અનુભવતા લાગશે. 
 • તે રીતે જ,કિશોરો, પોતાના જીવનની એકલતાને ભરવા માટે દવાઓ લેતા હોય,તો આ પ્રકારના માદક પદાર્થોના સેવનની આદતોથી તેમની જીવન રેખા પર જોખમ રહે છે.કિશોરોએ જીવનમાં તંદુરસ્ત સંતુલન જાળવી રાખવા માટે કોઈ પણ દવાઓનો ઉપયોગ કરતા પહેલા કેટલાંક હકારાત્મક અનુભવોની જીવનમાં ઉતારવાની જરૂરિયાત રહે છે.
 • માદક પદાર્થોના સેવનના દુરપયોગથી કિશોરોને વારંવાર બગડી શકે છે,તેમના કામ અથવા શાળા કે નોકરી પર પ્રભુત્વમાં નબળો દેખાય થાય,તેની/તેણીની સામાજિક અથવા પરિવારની જવાબદારીમાં ઉપેક્ષા શરૂ થશે.
કિશોરોને દારૂ અથવા અન્ય પદાર્થોના સેવન માંથી મુક્ત કરવા માટે મદદ કરવી :
 • બાળક તે/તેણીના આરંભિક વર્તનમાં આવેલાં ફેરફાર વિશે તેની સાથે વાત કરો
 • કિશોરોને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો જેમ કે રમતો અથવા અન્ય જૂથો
 • કિશોરોને ઘરના નિયમો અનુસરવાનું કહો
 • કિશોરો સાથે વાત કરવાનું રાખો.બાળક તેને અથવા તેણીને થોડી વસ્તુઓના સારી રીતે વખાણ કરીને પ્રોત્સાહન આપો.
તમારાં બાળકોના મિત્રો અંગે જાણો.જે મિત્રો સિગારેટ,દારૂ અને માદક દ્રવ્યો લેવાનું ટાળતા હોય તેવા મિત્રો કિશોરોનું શ્રેષ્ઠ રક્ષણ કરી શકે છે.

પ્રશ્ન.કિશોરોની સુરક્ષા માટે શું સૂચનો છે ?

 ડ્રાયવિંગ સલામતી :
 • જયારે તમે વાહન હંકારતા હો ત્યારે સેલ ફોન કે વાંચવાનું ટાળો.તેના માટે વાહન ઉભી રાખીને કોલ કરવાની સલાહ આપવામાં આવે છે.
 • હંમેશા સુરક્ષિત ડ્રાયવીંગના અભ્યાસને અનુસરો અને ડ્રાયવીંગના ચિન્હો અને કાયદાઓનું પાલન કરો.
 • સુરક્ષા માટે પટ્ટો લગાવો અને બધાં જ યાત્રીઓને પણ તેમની સલામતી માટે પટ્ટો લગાવી દેવા કહો.
 • વાહન હંકારતી વખતે દારૂ કે માદક પદાર્થોનો ઉપયોગ કરવાનું ટાળો અને જે લોકો માદક દ્રવ્યો કે દારૂ પીધેલાં હોય તેમની સાથે મુસાફરી કરો નહીં.
 • માર્ગ પર વિનમ્ર વાહન ચાલક બનો
 • તમારા સાથીદારો અને મિત્રોને સલામત ડ્રાયવિંગ માટે પ્રોત્સાહન આપો
 • તમારાં માતા પિતાને તમે ક્યાં વિસ્તારમાં છો તે કહો.
સ્વ-બચાવ :
સ્વ-બચાવનો અર્થ એટલે તમારે શક્ય હોય ત્યાં સુધી લડાઈ કે હુમલો કરવાનું ટાળવું જોઈએ. સ્વ બચાવ માટે તમારા હાથોનો ઉપયોગ કરવાનો છે નથી પરંતુ તમારાં મગજનો ઉપયોગ કરવાનો છે.તમારાં મગજનો ઉપયોગ :જે લોકો ખરેખર ખરાબ પરિસ્થિતિમાં જોખમ અનુભવે છે તેઓને  “સ્વ-બચાવ” માટે ધમકીનો ડર રહે છે.જેથી તે હુમલાખોર પહેલી જ વધુ ગુસ્સે અને હિંસક બની શકે  છે.કોઈ પણ હુમલો અથવા હુમલાની ધમકીને નિયંત્રિત કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ તે વિચારને દુર કરવાનો છે.આવી પરિસ્થિતિને અટકાવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો તમારા હદયને શાંત રાખીને વિશ્વાસપૂર્વક નિવારણ કરવાનો છે.
 
જોખમ ઉઠાવવાથી બચો :
સ્વ બચાવ અંગે તમને બીજા કેટલાંક પગલાંઓ પણ છે જે મદદ કરી શકે છે : અહીં કેટલાંક પગલાઓ આપવામાં આવ્યા છે :
 • તેની/તેણીના આજુબાજુના વાતાવરણને સમજવું જોઈએ : ચાલવું, યોગ્ય રીતે સળગાવવું, ખુલ્લું રાખવું અને બહારના વિસ્તારોમાં પ્રવાસ કરીને ફરવું જોઈએ, બધાંની સાથે પરિચય મેળવવા માટે બિલ્ડીંગ, પાર્કિંગ સ્થળો અને બીજા સ્થળો પર ચાલીને જુઓ.કોઈ દાદર કે ઝાડી ઝાંખરાનું ધ્યાન રાખવું તેમાં પણ ક્યારેક કોઈ વસ્તું સંતાડી રાખી હોઈ છે, આ સ્થિતિઓ પર નજર રાખવી.
 • અલગ પડી જતા રસ્તાઓ વખતે ટૂંકો રસ્તો અપનાવવાનું ટાળો.
 • જો તમે રાત્રે બહાર જઈ રહ્યા છો તો સમૂહ યાત્રા કરો.
 • કિશોરોના માતા પિતાએ તેમની દૈનિક પ્રવૃત્તિઓ જેવી કે વર્ગો,રમતોની પ્રેક્ટિસ,કલબ મીટીંગો વગેરે અંગે માહિતી રાખવી જોઈએ.
 • શારીરિક ભાષા : તે ક્યાં જાય છે તે અંગે વિશ્વાસ રાખો અને કાયદાથી સચેત રહો.
 • જયારે તમે જાહેર પરિવહનમાં સવારી કરો છો ત્યારે ડ્રાઈવરની પાસે સજાગ થઈને બેસી રહો.હુમલાખોરોના સંવેદનશીલ લક્ષ્યોને ધ્યાનથી જુઓ.
 • શક્ય હોય ત્યાં સુધી ફોનને સાંભળી રાખવો
 • પાડોશીઓમાં અને શાળાઓમાં ગુનાઓની જાણ પોલીસને કરવા માટે તૈયાર રહો

પ્રશ્ન.કિશોરો માટે ભારતમાં કોઈ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ છે  ?

ભારત સરકારે કિશોરોના સ્વાસ્થ્ય માટે ઘણી બધી સ્વાસ્થ્ય યોજનાઓ જાહેર કરી છે અને કિશોરોના સ્વાસ્થ્ય માટે ઘણી કિશોરોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા (કિશોર પ્રજનન અને યૌન સ્વાસ્થ્ય- ARSH) RMNCH+A કાર્યક્રમો અને તેની પ્રાથમિકતાઓ માટે એક રૂપરેખા પ્રદાન કરવામાં આવે છે.કિશોરો માટે રાષ્ટ્રીય કિશોર પ્રજજન યૌન સ્વાસ્થ્ય સેવાઓની એક શ્રેણી પૂરી પાડવામાં આવી છે.આ વ્યહરચનાની શ્રેણીમાં નિવારણ ઉપકારક,રોગ નિવારક અને પરામર્શન સહિતની સેવાઓનો સમાવેશ થાય છે.છેલ્લાં થોડાં વર્ષોમાં નીતિઓ અને કાર્યક્રમોમાં અસરકારક અમલીકરણ જોવા મળે છે અને કિશોરોના ઉષ્માભર્યા ઉપચારો અને ત્યારબાદ નાના પાયા પરના મજબુત કાર્યક્રમોની આગેવાની હેઠળ પ્રગતિ જણાય આવે છે.ગ્રામ્ય વિસ્તારોમાં કિશોરીઓ માટે સામયિક આરોગ્ય તપાસણી અને પોષણ આધારિત સ્વાસ્થ્ય સેવાઓ સમય સમય પર આપી શકતા નથી તેના માટે આરોગ્ય તપાસણી સેવાઓ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.ગ્રામ્ય સ્તરે આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે ANM-સહાયક સુયાણી પરિચારિકા સક્ષમ સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર તરીકેની પસંદગી કરીને શિક્ષકો દ્વારા શિક્ષણ આપીને અસરકારક સેવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
 
કિશોરો માટેના વિવિધ કાર્યક્રમો આ પ્રમાણે છે :
 
શાળા આરોગ્ય કાર્યક્રમ
શાળા આરોગ્ય કાર્યક્રમ સરકાર અને સરકાર હસ્તકની શાળાઓમાં ૬-૧૮ વર્ષની વયજૂથના શાળાએ જતાં બાળકો અને કિશોરોના સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે શરુ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને દ્વિતીય,તૃતીય અને છ માસિક આરોગ્ય તપાસણી અને રોગ, વિકલાંગતા અને સામાન્ય ખામીની ઉણપોના આરંભિક સંચાલન માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે જોડવામાં આવ્યો હતો.આ જાહેરક્ષેત્રોનો કાર્યક્રમ ખાસ કરીને શાળાની ઉમરના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.શિક્ષણ સાથે જોડાયેલાં શારીરિક અને માનસિક બંને પ્રકારના બાળકોની શારીરિક પ્રવૃત્તિઓના પ્રોત્સાહન અને પરામર્શન માટે નક્કી કરેલાં દિવસે રસીકરણ અને પોષણની જરૂરિયાત વાળા બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.શાળા આરોગ્ય કાર્યક્રમમાં (લોહતત્વ ફોલિક એસિડની પુરવણી (WIFS) સાથે છ માસિક કૃમિનાશકની કડીઓ જોડવામાં આવે છે.
 
સાપ્તાહિક લોહતત્વ ફોલિક એસિડ પુરવણી (WIFS) :
કિશોરોમાં પાંડુરોગ ઘટાડવા માટે સપ્તાહમાં એકવાર ૧૦૦ ગ્રામ પ્રાથમિક લોહતત્વ અને ૫૦૦ ગ્રામ ફોલિક એસિડ પ્રભાવક રીતે અસરકારક છે,સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય  MOHFW દ્વારા શાળાએ જતાં કિશોર છોકરાંઓ અને કિશોર છોકરીઓ માટે અને શાળાએ ન જતી હોય તેવી કિશોરીઓ માટે સાપ્તાહિક લોહતત્વ ફોલિક એસિડ પુરવણી કાર્યક્રમ તૈયાર કર્યો છે.આ કાર્યક્રમમાં લગભગ ૧૩ કરોડ ગ્રામિણ અને શહેરી કિશોરોની સાપ્તાહિક લોહતત્વ ફોલિક એસિડ પુરવણી અને છ માસિક કૃમિનાશક ગોળીઓના વિતરણની પરિકલ્પના કરવામાં આવી અને સરકારની સહાય મેળવીને નગર નિગમની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી પાંડુરોગના વારસાગત ચક્રની સામે રક્ષણ આપે છે.
 
માસિક ધર્મ માટે સ્વચ્છતા યોજના :
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW) દ્વારા ગ્રામિણ વિસ્તારોની ૧૦-૧૯ વર્ષની ઉમરની કિશોરીઓ માટે માસિક ધર્મની સ્વચ્છતામાં જાગરૂકતા લાવવાં માટે એક યોજના શરુ કરવામાં આવી.આ પાયલોટ સ્થાનિક સ્વ સહાય કેન્દ્રો દ્વારા ૧૦૫ જીલ્લાઓમાં કેન્દ્રીય પ્રાપ્તિસ્થાન દ્વારા પુરવઠાની ગુણવત્તાની સાથે મળે છે જેમાં દેશના ૨૦ રાજ્યોના ૧૫૨ જીલ્લાઓમાં અમલ કરવામાં આવ્યો છે.આ સ્વચ્છતા નેપકીન પેકેટ (દરેકની અંદર ૬ નંગ) ‘મુક્ત દિવસો’ ના રૂપથી ઓળખાય છે.

બાહ્ય લિંક/સંદર્ભો :

 • PUBLISHED DATE : May 15, 2015
 • PUBLISHED BY : NHP CC DC
 • CREATED / VALIDATED BY : NHP Admin
 • LAST UPDATED ON : Jan 18, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.