ગોનોરિયા

ગોનોરિયા એ સામાન્ય રીતે નૈશેરિયા નામના બેક્ટેરિયમ માનવીય ચેપના કારણોથી થતો જાતીય ચેપગ્રસ્ત રોગ છે.તે સૌથી સામાન્ય રીતે પુખ્ત યુવાનોમાં જોવા મળે છે.આ ગોનોરિયા બેક્ટેરિયા કે જે જનીનાંગોના માર્ગ પર,મોઢામાં કે ગુદાને ચેપ લગાડી શકે છે.ગોનોરિયા એ ખાસ કરીને ચેપગ્રસ્ત જીવન સાથી દ્વારા,યોનિ,મૌખિક કે જાતીય સમાગમ કરતી વખતે ફેલાઈ શકે છે.એક ગર્ભવતી સ્ત્રીને પ્રસૃતિ વખતે શિશુના જન્મ સમયે ચેપ થઈ શકે છે.સામાન્ય રીતે પુરુષોમાં તેના લક્ષણો પેશાબ કરતી વખતે અને શિશ્નમાંથી પ્રવાહી સ્ત્રાવ વહે છે.સ્ત્રીઓને બીજી સ્થિતિએ અડધા સમયે સ્પર્શ કરવો કે યોનિમાંથી સ્ત્રાવ અને તીવ્ર દુઃખાવો થાય છે.પુરુષો અને સ્ત્રીઓ બંને જો ગોનોરિયાની સારવાર છોડી દે તો તેને સાંધાનો દુઃખાવો,હદયના વાલ્વ પ્રભાવિત થવા કે સ્થાનિક સ્તરે ઇપીડીડાયમીટીસ અથવા જનીનાંગોમાં સોજો આવવાની બિમાર થવાની આદિ સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે.  

  સંદર્ભોwww.nhs.uk
www.cdc.gov
www.who.int
www.nlm.nih.gov
www.niad.nih.gov

પુરુષો: જે પુરુષો ગોનોરિયાના સંપર્કમાં આવ્યા તેઓ આ પ્રમાણેના લક્ષણો અનુભવી શકે છે :

 • શિશ્નમાંથી સફેદ,પીળું કે લીલા રંગનું અસામાન્ય સ્ત્રાવ વહે છે
 • પેશાબ કરતી વખતે બળતરા થવી કે દુઃખાવો થવો
 • ચામડીમાં (બળતરા થવી) સોજો આવવો
 • (ઘણાં ઓછા કિસ્સામાં) અંડકોષ કે પ્રોટેસ્ટ ગ્રંથિમાં કોમળતા કે દુઃખાવો

  સ્ત્રીઓ : સ્ત્રીઓમાં, ગોનોરિયાના લક્ષણો આ રીતે જોવા મળે છે :

 • યોનિમાંથી લીલાં કે પીળા રંગનો અસામાન્ય ઘટ્ટ સ્ત્રાવ વહેવો
 • પેશાબ વખતે અસહ્ય દુઃખાવો થવો
 • પેટની નીચેના ભાગોમાં ધીમો દુઃખાવો (સામાન્યથી ઓછી માત્રામાં)
 • માસિક વખતે ઓછું કે વધારે લોહી સ્ત્રાવ સાથે વહે છે (સામાન્યથી ઓછી માત્રામાં )

પુરુષો અને સ્ત્રીઓ : પુરુષો અને સ્ત્રીઓ બંનેને શરીરના અન્ય ભાગોમાં પણ ગોનોરિયા થઈ શકે છે. આ ચેપોમાં સામેલ છે :

 • બેચેનીના લીધે કે ગુદા માર્ગની આસપાસના હિસ્સામાં,મળાશયમાં દુઃખાવો થવો
 • ગળામાં,જો કે કો લક્ષણો જોવા મળતાં નથી
 • સ્ત્રાવના લીધે આંખોમાં સોજો આવવો,બળતરા થવી, દુઃખાવો થવો (આંખ આવી જવી)

સંદર્ભ: www.nhs.uk

ગોનોરિયા થવાનું  કારણ નૈશેરિયા ગોનોરિયા નામના બેક્ટેરિયમ છે. આ ચેપ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિમાં જનીનાંગો, મૌખિક કે જાતીય સમાગમ વડે ફેલાઈ શકે છે.આ ચેપગ્રસ્ત બેક્ટેરિયા સામાન્ય રીતે પુરુષના લિંગ કે સ્ત્રીની યોનિમાંથી નીકળતા સ્ત્રાવમાં જોવા મળે છે.ગર્ભવતી સ્ત્રીને શિશુના જન્મ સમયે ગોનોરિયા થઈ શકે છે.આ ચેપ નવજાત શિશુની આંખોમાં (આંખ આવી જવી-કન્જક્ટીવીટી) કરાવી શકે છે અને જો સારવાર કરાવવામાં ન આવે તો અંધાપો થઈ શકે છે.

સંદર્ભ www.niaid.nih.gov

 

ગોનોરિયાનું નિદાન ગ્રામ સ્ટીન કે બેક્ટેરિયાના સમૂહ દ્વારા થઈ શકે,પરંતુ પોલીમર ચૈન રીએક્શન  (પીસીઆર-PCR) નું પરીક્ષણ સૌથી વધુ અને સામાન્ય ગણવામાં આવે છે.

કૃપા કરીને ભવિષ્યની સાવચેતી અને નિદાન માટે તમાર ડોક્ટરની સલાહ લો. 

સંદર્ભોwww.cdc.gov
www.niaid.nih.gov

 

ગોનોરિયાની વહેતી તકે સારવાર થાય તે ઘણું મહત્વપૂર્ણ છે.ગોનોરિયાની સારવાર માટે એક ડોઝ એન્ટી બાયોટીકનો આપવો જોઈએ,ખાસ કરીને તેનો એક ડોઝ આ રીતે આપી શકાય છે :

 • કેફટ્રીઓક્સન
 • કેફીક્ષિમાઈ
 • સ્પેશનઓમાઈસીન

તમારાં સાથીમાં તે/તેણીમાં ગોનોરિયામાં લક્ષણો કે ચિન્હો જણાય તો તેમને ગોનોરિયાની સારવાર અપાવો.

સારવારના ઉદ્દેશ માટે તમારા ડોક્ટરની સલાહ લો.

સંદર્ભwww.nhs.uk

એક બિનચેપી વ્યક્તિ સાથે પારસ્પરિક સંબંધ બાંધવાથી અને નિરોધનો ઉપયોગ કરવાથી ચેપના જોખમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

 

 

 • PUBLISHED DATE : May 19, 2016
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : May 19, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.