અછબડાં અત્યંત ચેપી અને વાઈરલ ચેપ ફેલાવતો રોગ છે.એક નાનું વારીઝેલ્લા જોસ્ટર વાઈરસ(વીઝેડવી)ના કારણે થાય છે.અછબડાં ખાસ કરીને ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકોને થાય છે,તેમ છતાં મોટી ઉમરના લોકોને પણ અસર કરે છે.આ રોગ પુખ્તોને ગંભીર રીતે થઇ શકે છે.પીલિયોમોર્ફિક ફોલ્લીઓના વિસ્ફોટ થવાના જુદાં જુદાં કારણો છે જેમ કે ખંજવાળ,થાક લાગવો ઉપરાંત તાવ આવવો આદિનો સમાવેશ થાય છે.
સંદર્ભો :
www.cdc.gov
www.unicef.org
www.cdc.gov
www.nhs.uk
આ મોડ્યુલ ૨૧મી ૨૦૧૪ના રોજ રાષ્ટ્રીય રોગ નિયંત્રણ સેન્ટરના ડો.પ્રદિપ ખાંસોબિસ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.
તેમાં આ લક્ષણોનો સમાવેશ થાય છે :
સંદર્ભ :www.cdc.gov
અછબડાંનો રોગ ચેપી વ્યક્તિ પાસેથી બિન ચેપી વ્યક્તિમાં ફેલાય તેવો (સંક્રામક રોગ) છે. ચેપી વ્યક્તિની ઉધરસ આવવાથી અને છીંક આવવાના માધ્યમ વડે ચેપના વાઈરસ ફેલાય છે. અછબડાંનો રોગ ચામડીને સ્પર્શ કરવાથી અને તેના વાઈરસ કણોના લીધે પણ ફેલાય શકે છે.
ખાસ કરીને ચેપગ્રસ્ત વ્યક્તિને રોગના સંપર્કમાં આવ્યાના ૧૦-૨૧ દિવસ પછી લક્ષણો દેખાય છે.તેને ગરમીનો સમયગાળો પણ કહી શકાય છે.
સંદર્ભ:www.cdc.gov
અછબડાંના રોગના લક્ષણોનું શાસ્ત્રીય ઢબે નિદાન કરી શકાય છે.તેમ છતાં,પ્રયોગશાળામાં સુક્ષ્મ પરિક્ષણ કરીને તેના નિદાનનું સમર્થન કરી શકાય છે.
સંદર્ભ: www.nhs.uk
અછબડાં વખતે ખંજવાળમાં રાહત મેળવવા માટે કેલેમાઈન ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે.ચામડીનો ચેપ ફેલાતો અટકાવવા માટે ફોલ્લીઓને ખંજવાળવા માટે નખના આકારને નાના કરી લેવા જોઈએ.
સંદર્ભો:
www.nhs.uk
રસીકરણ એ અછબડાંને અટકાવવા માટે સૌથી સુરક્ષિત ઉપાય છે.તે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવે છે.પ્રથમ ડોઝ ૧૨-૧૫ મહિનાના સમય વચ્ચે આપવામાં આવે છે અને બીજો ડોઝ ૪-૬ વર્ષની વચ્ચે આપવામાં આવે છે.
રસીકરણ માટે ભારતીય બાળ નિષ્ણાત સંઘ (આઈએપી) દ્વારા સૂચિત કરેલી મુકાવવાની ભલામણ કરવામાં આવે છે.તેમ છતાં તેનું વિતરણ સાર્વજનિક આરોગ્ય પદ્ધતિ દ્વારા આપવામાં આવતું નથી.
સંદર્ભો:
www.cdc.gov
www.unicef.org
www.vaccineindia.org