સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ

સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ (ASD) એ સામાજિક અસમાનતા,વાતચીતમાં મુશ્કેલી અને વર્તન પ્રતિબંધિત,પુનરાવર્તિત,ચીલાચાલુ પદ્ધતિ દ્વારા વર્ગીકૃત થયેલી,જ્ઞાનતંતુના વિકાસની જટિલ વિકૃતિમાં વિભાજીત થયેલી શૃંખલા છે.તે મગજનો એક વિકાર છે જેમાં ખાસ કરીને વાતચીત કરતી વખતે એક વ્યક્તિની ક્ષમતાને અસર કરી શકે છે.સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ એ બાળપણથી શરૂ થાય છે અને તે યુવાવસ્થાના અંત સુધીના સમયગાળા સુધી થઈ શકે છે.

સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિના પ્રકારો આ પ્રમાણે છે :  

 • સ્વલીનતાની વિકૃતિ (તેને “પારંપરિક” સ્વલીનતા પણ કહે છે) : આ સ્વલીનતાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.ખાસ કરીને સ્વલીનતાની વિકૃતિ લોકોને બોલવામાં અવરોધ કરે,સામાજિક અને વાતસંવાદમાં પડકારરૂપ અને રસપ્રદ બને છે.આ વિકૃતિ સાથે ઘણા બધા વ્યક્તિઓને વિકલાંગતા આવી શકે છે.
 • એસ્પેરિજર સિન્ડ્રોમ : એસ્પેરિજર સિન્ડ્રોમથી પીડાતાં વ્યક્તિઓ ઓછી માત્રામાં ઓટીસ્ટીક વિકૃતિના લક્ષણો અનુભવે છે.તેઓને સામાજિક પડકારો અને અસમાન્ય વર્તણુક અને રસના વિષયો હોઈ શકે છે.તેમ છતાં સામાન્ય રીતે તેઓને ભાષાકીય અથવા બૌધિક વિકલાંગતા સાથેની સમસ્યાઓ અનુભવાતી નથી. 
 • વિકૃતિનો બહોળાં પ્રમાણમાં ફેલાવો થવો(પીડીડી)- ચોક્કસ અન્યથા નહીં (પીડીડી-એનઓએસ) : તેને “અસામાન્ય સ્વલીનતા” કહેવામાં આવે છે.જે લોકોને સ્વલીનતાની વિકૃતિ અથવા એસ્પેરિજર સિન્ડ્રોમના કેટલાંક માપદંડો જોવા મળે,પરંતુ બધાં નહીં,તે બધાં લોકોનું વિકૃતિનો બહોળાં પ્રમાણમાં ફેલાવો થવો- ચોક્કસ અન્યથા નહીં (પીડીડી-એનઓએસ) નિદાન કરી શકાય છે.સામાન્ય રીતે પીડીડી-એનઓએસથી પીડાતાં લોકોમાં સ્વલીનતાની વિકૃતિ કરતાં હળવા અને ઓછા લક્ષણો જોવા મળે છે.તેના લક્ષણોના કારણે ફક્ત સામાજિક અને વાતસંવાદ દ્વારા પડકારો થઈ શકે છે.

સંદર્ભોwww.nhs.uk 

www.cdc.gov 

www.nimh.nih.gov 

ebook-hcfi

સામાન્ય રીતે એએસડીના વ્યક્તિના જીવનના શરૂઆતના તબક્કામાં અથવા ૩ વર્ષ પહેલાં સમય દરમ્યાન સુધારણા કરી શકે છે.એએસડીના સાથે પીડાતાં બાળકોને શરૂઆતના થોડા જ મહિનાઓની અંદર ભવિષ્યની સમસ્યાઓના સંકેતો દર્શાવી શકે છે.જયારે બીજા,૨૪ મહિનાઓ અથવા તે પછીના સમય દરમ્યાન લક્ષણો દેખાય છે.સામાન્ય રીતે ઘણા બાળકોને ૧૮ થી ૨૪ મહિના સુધીના સમય એએસડીના લક્ષણો વિકાસ પામતાં જણાય છે અને પછી તેઓ નવી ક્ષમતા પ્રાપ્ત કરવાનું બંધ કરે છે અથવા તો એકવાર મેળવેલી ક્ષમતા ગુમાવી બેસે છે.

એએસડીગ્રસ્ત બાળકને જોવા મળે :

 • તેની/તેણી દ્વારા ૧૨ મહિનાઓ સુધી નામની કોઈ પણ પ્રતિક્રિયા આપી નહીં
 • ૧૮ મહિનાઓ સુધી રમવા જવું નહીં
 • સામાન્ય રીતે તેઓ આંખથી આંખનો સંપર્ક ટાળે છે અને એકલા રહે છે
 • આ બાળકો પણ અન્ય લોકોની લાગણીઓ સમજવામાં કે પોતાની લાગણીઓ વિશે વાત કરવામાં મુશ્કેલી અનુભવે છે
 • આ બાળકો વિલંબ વળી બોલી અને ભાષા દેખાડી શકે છે
 • વારંવાર શબ્દો અને શબ્દસમૂહનું પુનરાવર્તન થવું
 • અસંબંધિત પ્રશ્નોના જવાબો આપવા 
 • હલકાં બદલાવ પણ તેમને પસંદ નથી  
 • રસ પ્રત્યે વળગણ  હોય છે
 • ઘણી વખત તેઓના હાથ થડકારાવાળો,શરીર સ્થિર થવું અથવા વર્તુળોમાં વળેલું  હોય છે
 • અસમાન્ય પ્રતિક્રિયાઓ થાય જેમ કે અવાજ,ગંધ આવવી,સ્વાદચહેરો કે લાગણીની બાબતોમાં થઈ શકે

સંદર્ભwww.cdc.gov

એએસડીનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળતું નથી,પરંતુ તે જનીનાન્ગો અને પર્યાવરણીય પરિબળો સાથે જોડાયેલા હોઈ શકે છે.આ વિકૃતિઓની સાથે જનીનોની સંખ્યા જોડાયેલી તેમજ ઓળખવામાં આવે છે.

એએસડીગ્રસ્ત દર્દીના અભ્યાસ સાથે મગજના જુદાજુદા ભાગોમાં અનિયમિતતા જોવા મળે છે.

એએસડીગ્રસ્ત દર્દીના અભ્યાસ દ્વારા એ સૂચવે છે કે તેમના મગજમાં સેરોટોનીન અથવા અન્ય ન્યુરોટ્રાન્સમીટર્સ અસામાન્ય સ્તરમાં હોય છે.એએસડીના લીધે મગજના કોષો એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરવી તેનું નિયમન કરી શકે જેના દ્વારા શરૂઆતમાં જનીનો દ્વારા સામાન્ય ગર્ભના વિકાસમાં ખલેલ પહોચી શકે છે જે સૂચવે કે જનીન કાર્યોની આ બધી જ શક્યતાઓ પર પર્યાવરણીય પરિબળોના કારણે થઈ શકે છે. 

 સંદર્ભ: www.ninds.nih.gov 

એએસડીની વિકૃતિનું નિદાન કરવું મુશ્કેલ છે તેના માટે કોઈ તબીબી પરીક્ષણ નથી જેમ કે લોહી પરીક્ષણ.ડોક્ટર નિદાન શોધવા માટે જોવા બાળક જેવું વર્તણુક અને વિકાસ કરી શકે છે.

તેમ છતાં,બાળકોની મૂલ્યાંકન ઓડિયોલોજીક અને સ્વલીનતાના સ્ક્રિનિંગ પરીક્ષણ જેમ કે સ્વલીનતામાં ટોડલર્સ માટે ચેકલિસ્ટ પ્રાપ્ત કરી શકાય છે.  

સંદર્ભો: Checklist for autism in toddlers
www.cdc.gov

રોગનો કોઈ ઈલાજ નથી.તેમછતાં તજજ્ઞો અને દવાઓના શિક્ષણ દ્વારા તેની વ્યવસ્થા કરી શકાય છે.

તાત્કાલિક સારવાર સેવાઓ પૂરી પાડીને બાળકોના વિકાસમાં મદદ કરી શકાય છે.

આ સેવાઓ માટે બાળકોને વાતચીત કરાવવી,ચાલવું અને બીજા સાથે સંવાદ કરીને જોડી શકાય છે.

તેથી જેમ બને તેમ વહેલી તકે બાળકોને ડોક્ટર સાથે વાત કરાવવી મહત્વપૂર્ણ છે.

સંદર્ભwww.cdc.gov

 

 • PUBLISHED DATE : Dec 17, 2015
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Dec 17, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.