જાપાનીઝ એન્સેફીલીટીસ (જેઈ)

જાપાનીઝ એન્સેફીલીટીસ (જેઈ) જીવાણુંયુક્ત (ચેપી) રોગ છે જે પશુઓ અને માનવીઓમાં ચેપ લગાડે છે.તે માનવીઓમાં મચ્છરો દ્વારા પોતાનો ફેલાવો કરે છે.આ રોગ મસ્તિષ્ક આસપાસ સોજો આવવાનાં કારણે થાય છે,ખાસ કરીને તે જાપાનીઝ એન્સેફીલીટીસ,એન્સેફીલીટીસ વાઈરસનો ચેપ ફેલાવવાનું મુખ્ય કારણ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં થઈને પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન અને ઉત્તર કોરિયાથી દક્ષિણ પાપુઆ થઈ ન્યુ ગિનીમાં ફેલાવો કરીને એશિયામાં પહુંચે છે.

 જાપાનીઝ એન્સેફીલીટીસ ફલાવી વાઈરસના કારણે થાય છે જે મગજની આસપાસ પટલોને અસર કરે છે.ખાસ કરીને આ ચેપનું કારણ જાપાનીઝ એન્સેફીલીટીસ વાઈરસ હળવો (તાવ અને માથાનો દુઃખાવો) અથવા ભારે લક્ષણો વગર પણ થાય છે,પરંતુ ક્યારેક કોઈ ચેપ વગર એક અથવા બીજા સ્વરૂપની ગંભીર બિમારીના કારણોથી પણ તેમાં બદલાવ આવી શકે છે.તેના કારણે ઝડપથી વધારે તાપમાનવાળો તાવ આવવો,માતાનો દુઃખાવો,ડોક જકડાઈ જવી,આત્મવિસ્મૃતિ,બેભાન થવું,હદય હુમલો,માનસિક પક્ષાઘાત તથા મૃત્યું થવાની શક્યતા રહે છે. 

 રાષ્ટ્રીય વેક્ટર સંબંધી રોગ નિયંત્રણ કાર્યક્રમ

 તીવ્ર એન્સેફાલીટીસ સિન્ડ્રોમ કેસની વ્યવસ્થા/જાપાનીઝ એન્સેફાલીટીસ

 સંદર્ભોwww.who.int
www.cdc.gov
www.nhs.uk

 આ મોડ્યુલનું વિષયવસ્તુ ડૉ.દીપક રાવત,વર્ધમાન મેડીકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલ ન્યુ દિલ્હી દ્વારા ૩૦મી નવેમ્બર ૨૦૧૪ના રોજ પ્રમાણિત કરવામાં આવ્યું છે.

તાજેતરના સુધારાઓ નવું !

·         Japanese encephalitis –Indian Medical Research Council 

 

 

જાપાનીઝ એન્સેફીલીટીસના ચેપનો મોટા ભાગે સમયગાળો પાંચથી પંદર દિવસ સુધી રહે છે તથા દા.ત. ૨૫૦ ચેપોના વિકાસ માંથી ૧ ચેપ એન્સેફીલીટીસ વિકાસ પામે છે.

તેના પ્રાથમિક લક્ષણો આ મુજબ છે :

 • ૩૮ સે.(૧૦૦.૪ ફે.) કે તેથી વધુ ઉચ્ચ તાપમાનવાળો (તાવ) આવવો
 • માથાનો દુઃખાવો
 • બિમાર હોવાની લાગણી થવી
 • ઝાડા થવાં
 • સ્નાયુંનો દુઃખાવો

 ઘણાં કિસ્સાઓમાં એવું બને છે કે પ્રારંભિક લક્ષણો કેટલાંક દિવસ સુધી રહે છે અને ત્યાર બાદ આ ગંભીર લક્ષણોનો વિકાસ થઈ શકે છે :

 • ખેંચ આવવી (ફીત્સ)
 • માનસિક અવસ્થામાં ફેરફાર, જે હલ્કાથી ભારે સુધીની તીવ્રતાવાળી સીમા સુધી જઈ શકે છે અથવા વ્યક્તિ કોમા માં પણ સરી પડે છે
 • શરીર બેકાબુ એવી ધ્રુજારી આવવી (ઝણઝણાટી થવી)
 • બોલવાની ક્ષમતામાં ઘટાડો થવો
 • સ્નાયુંઓમાં નબળાઈ આવવી
 • માંસપેશીઓમાં અસામાન્ય ખેંચતાણ થવી
 • હલન ચલનમાં મુશ્કેલી થવી જેમ કે કંપારી (ઝણઝણાટી) આવવી,જકડાઈ જવું,શારીરિક ગતિવિધિઓ ધીમી થવી અથવા પક્ષાઘાત
 • આંખોની પરિસ્થિતિ પર નિયંત્રણ કરવામાં મુશ્કેલી
 • ચહેરા માંસપેશીઓ પર નિયંત્રણ કરવામાં મુશ્કેલી

 સંદર્ભ :  www.nhs.uk

 

  

જાપાનીઝ એન્સેફીલીટીસનો ચેપ એક ફલાવી વાઈરસના કારણે થાય છે.આમ આ વાઈરસ પશુઓ અને મનુષ્યો બંનેમાં એક સમાનરૂપે અસર કરી શકે છે.આ વાઈરસનો ચેપ મચ્છરના માધ્યમથી પશુઓમાં અને પશુઓમાંથી મનુષ્યમાં ફેલાઈને ચેપનો ફેલાવો કરે છે.

આ રોગને જોખમ કરતાં પરિબળોમાં સમાવિષ્ટ છે :

 • તમારે પ્રદેશનું મુલાકાત લેવી
 • વર્ષ દરમ્યાન તમારે મુલાકાત લેવી
 • તમે શું પ્રવૃત્તિ કરો છો

સંદર્ભ : www.nhs.uk

લોહી પરીક્ષણો: લોહીમાં હાજર ચેપીતત્વોની જાણકારી કરવા માટે પરીક્ષણો કરવામાં આવે છે.

કરોડરજ્જુના હાડકાંમાં પ્રવાહીની તપાસ કરવા માટે લેવામાં આવે છે.

કરોડરજ્જુમાં પંચર : સીએસએફ અને કરોડરજ્જુના હાડકાંમાં પ્રવાહીની તપાસ માટે લેવામાં આવે છે.

સ્કેન: મગજ એન્સેફીલીટીસના કિસ્સા વખતે :

 • સીટી સ્કેન દ્વારા શરીરની અંદરનું ચિત્ર લેવા માટે,કેટલાંક અલગ અલગ ભાગોમાંથી ચિત્ર લેવામાં આવે છે તેમજ શરીરના એક્સ-રે ની શ્રેણી બનાવવામાં આવે છે
 • એમઆઈઆર સ્કેન દ્વારા શરીરના વિવિધ ભાગોમાંથી આંતરિક ચિત્ર મેળવવાના હેતુ માટે રેડિયો તરંગો અને મજબુત ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે

એનએચપી સ્વાસ્થ્યની વધુ યોગ્ય સમાજ આપવા માટે સાંકેતિક જાણકારી આપે છે.અન્ય કોઈ પણ પ્રકારના નિદાન અને સારવારના હેતુ માટે તમારાં ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન લેવું જોઈએ.

 

જાપાનીઝ એન્સેફીલીટીસ સારવાર માટે કો ઉપચાર નથી,પરંતુ ફક્ત સહાયક સારવાર પૂરી પાડી શકાય છે.તેની સારવાર ફક્ત લક્ષણોને નિયંત્રણમાં કરવા માટે અને જટિલતાઓના વિકાસને રોકવા માટે કરવામાં આવે છે.

એનએચપી સ્વાસ્થ્યની વધુ યોગ્ય સમાજ આપવા માટે સાંકેતિક જાણકારી આપે છે.અન્ય કોઈ પણ પ્રકારના નિદાન અને સારવારના હેતુ માટે તમારાં ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન લેવું જોઈએ.

 

કેટલીક હળવી જટિલતાઓ ઉત્પન્ન થઈ શકે છે જેવી કે :

 • હાથમાં અનિયંત્રિત ધ્રુજારી આવવી
 • વ્યક્તિગત ફેરફારો કરવા
 • સ્નાયુંમાં નબળાઈ અને બાહુ અને હાથોમાં ખેચાણ આવવી

અપંગતાનું મધ્યમ સ્વરૂપ બની શકે છે :

 • શીખવામાં હળવી મુશ્કેલીઓ
 • એક અંગમાં લકવો થવો
 • શરીરનો એક ભાગ નબળો પડવો 

જાપાનીઝ એન્સેફીલીટીસ (જેઈ) ના નિયંત્રણ અને નિવારણ માટેના માપદંડો આ પ્રમાણે છે :

(અ)વ્યક્તિગત રીતે

 • વેક્ટરની ઘનતા ઘટાડવા માટેના પગલાં લેવા.
 • વ્યક્તિગત રીતે મચ્છરો કરડતાં અટકાવવા માટે રક્ષણાત્મક પગલાં લેવાં
 • મચ્છર કરડવાના ખાસ સમય દરમ્યાન લાંબી બાયોવાળા કપડાં પહેરો
 • મચ્છરોના ભગાડનારા ક્રીમો,લીક્વીડ,કોઈલ અને જાળીનો ઉપયોગ કરો.
 • જંતુનાશક દવાઓ અને મચ્છરદાનીનો ઉપયોગ કરો.
 • સમી સાંજના સમયે બારી બારણા બંધ કરીને ધુમાડો કરવો
 • તારની ઝાળી દ્વારા ઘરને આવરણ આપો
 • ડીઈઈટી (ડાઈઈથાઈલલ્યુએમાઈટ) મચ્છર ભગાડવા માટેનો સૌથી સરળ ઉપાય છે તેમજ સ્પ્રે,ગોળાકાર અગરબત્તી,અને ક્રીમનો સમાવેશ થાય છે.
 • જાપાનીઝ એન્સેફીલીટીસને (જેઈ) રસીકરણ દ્વારા અટકાવવાનું એક મહત્વપૂર્ણ સાધન છે.વર્ષની ગણતરી કરીને વ્યક્તિગત ત્રણ ડોઝ આપીને જાપાનીઝ એન્સેફીલીટીસ (જેઈ)ને રોકી શકાય છે.

(બ) સામુદાયિક રીતે

 • અનિયંત્રણ વખતે મીથેલોન નો છંટકાવ કરવો 
 • સ્વચ્છતા માટે વેક્ટરના સંચાલન અને સમુદાયને એકઠાં કરો
 • મચ્છરોના પ્રજજનને ઘટાડવાં માટે કુદરતી-વ્યવસ્થા પદ્ધતિને લાગુ કરો
 • માનવ વસ્તીથી ગંદી જગ્યાઓ અંદાજીત ૪-૫ કિમી.દુર રાખવી જોઈએ
 • ગટર વ્યવસ્થા યોગ્ય રીતે કરવી અને હાથ પંપની આસપાસની જગ્યાઓ સિમેન્ટ દ્વારા પુરી દેવી જોઈએ.

 (ક) મુસાફરી વખતે નિવારણ

જો તમારે જાપાનીઝ એન્સેફીલીટીસને (જેઈ) ના પ્રભાવવાળા વિસ્તારમાં મુસાફરી કરવાની હોય તો તે વિસ્તારની તપાસ કરવી અને ત્યાં જતાં પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી 

 (ડ) ગર્ભાવસ્થા દરમ્યાન જાપાનીઝ એન્સેફીલીટીસને (જેઈ) નું નિવારણ

 • રક્ષણ મેળવવા જાળીઓ/એલએલઆઈએનસ (લોંગ લાસ્તિંગ ઇન્સેકટીસીડલ નેટ્સ)નો ઉપયોગ કરો.
 • વ્યક્તિગત રીતે ઉપર ઉલ્લેખ કર્યો છે તે બધા જ ઉપાયો કરવા.

 કેટલુંક આમ કરવું અને આમ ન કરવું

 • કીટકોથી બચવા માટે ક્રીમ/સ્પ્રેનો સીધી રીતે મો પર લગાવો નહિ પરંતુ પહેલા તેનો ઉપયોગ તમારાં હાથો પર કરીને જુઓ ત્યાર બાદ તેને ચહેરા પર લગાવો
 • આંખો,હોઠ,મોંની આસપાસ અને કાનની અંદર લગાવવું નહિ
 • મચ્છરોને દુર કરવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનો ઉપયોગ કરવા માટે યુવાનો અને કિશોરોની સહાય લેવી બાળકોના હાથમાં આપવી નહીં.
 • સનક્રીમ લગાવ્યા પછી તેના પર જંતુ ભગાડવા વાળા ક્રીમને લગાડવું 
 • તેને લગાવ્યાં પછી તમારાં હાથોને યોગ્ય રીતે ધોવાં
 • જંતુનાશકોને બંધ કરીને ત્વચાને સાબુ વડે સાફ કરવી
 • હંમેશા જંતુનાશકો પર તેનાં અનુસરણ માટેની સૂચનાઓનું પાલન કરો

સંદર્ભો:

www.nvbdcp.gov.in/ 

www.nhs.uk

www.cdc.gov

www.vaccineindia.org

 • PUBLISHED DATE : Feb 23, 2016
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Feb 23, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.