ચિંતા

ચિંતા એ બેચેની અને મુંજવણ થવાની એક ભાવનાત્મક સ્થિતિ છે.ખાસ કરીને તે શંકાઓ અને ચિંતાની વિશેષતાને આભારી છે. ચિંતાનો વિકાર વ્યક્તિ પર વિનાશક પ્રભાવ કરી શકે છે.સૌથી વધુ લોકો આ રોગના મૂળ સુધી જઈને તેમની હતાશાનો અંત લાવી શકે છે.

 ચેતવણીના કેટલાંક સંકેતો આ પ્રમાણે છે :

૧.અતિશય ભય અથવા દહેશત થવી

૨.બેચેની થવી

૩.સરળતાથી થાક લાગવો

૪.ઊંઘમાં વિક્ષેપ થવો

૫.વજન અને ભૂખમાં ઘટાડો થવો

સંદર્ભો: www.nhs.uk
www.cdc.gov

www.nimh.nih.gov

ebook-hcfi

 

કેટલાક લક્ષણો જોડાયેલા છે :

 • થાક લાગવો
 • મોં સૂકાઈ જવું
 • પેટમાં મરોડ આવવી
 • સૂવામાં તકલીફ થવી અને માથાનો દુઃખાવો
 • માંસપેશીઓમાં તનાવ અને માંસપેશીઓમાં દુઃખાવો
 • ગળવામાં તકલીફ થવી
 • ધ્રુજારી આવવી અને ચીડિયાપણું થયાનો અનુભવ થવો
 • માંસપેશીઓ સંકોચાઈ જવું
 • પરસેવો થવો અને ફોલ્લી ગરમ થવી

સંદર્ભ : www.nimh.nih.gov

ચિંતાનું કોઈ કારણ હજુ સુધી શોધી શકાયું નથી.

કેટલાંક સંશોધકો દ્વારા ચિંતાની વિકૃતિઓનું ચોક્કસ કારણ મગજમાં રાસાયણિક અસંતુલનની ઉપસ્થિતિ છે કે જે ન્યુરોટ્રાન્સમીટર રસાયણો તરીકે ઓળખાય છે.  

ચિંતાની વિકૃતિના અન્ય કારણો પણ છે :

 • કેટલાંક લોકોને ચિંતા હોય છે જયારે તેમના જીવનમાં પરિવર્તન આવે છે : નવી નોકરીની શરૂઆત કરો છો ત્યારે,લગ્ન થાય છે ત્યારે,બાળકના જન્મ પછી,કોઈની સાથે અણબનાવ થયા પછી વગેરે.
 • કેટલીક દવાઓના પણ ચિંતાનું કારણ બની શકે છે.આ દવાઓમાં દમની સારવાર માટે ઇન્હેલરવાળી દવાઓ,થાઈરોડની દવાઓ અને ખાવાની દવાઓનો સમાવેશ થાય છે.
 • કોફીન,દારૂ અને તમાકુંના ઉત્પાદનોપણ ચિંતાનું કારણ બની શકે છે.

સંદર્ભો www.nhs.uk

તેના ચિન્હો અને લક્ષણોના આધારે નિદાન કરી શકાય છે.રોગનું નિદાન કરવા માટે માનસિક મૂલ્યાંકન મદદરૂપ થાય છે.

ચિંતાની સારવાર મનોરોગ થેરાપી અને દવાઓ અથવા બંને રીતે કરી શકાય છે.

મનોરોગ થેરાપી : ચિંતાની સારવાર માટે મુખ્યત્વે કરવામાં આવતી આ થેરાપીને પ્રત્યક્ષ જ્ઞાન વર્તન થેરાપી કહેવામાં આવે છે. તે વ્યક્તિને અલગ અલગ રીતે મદદ કરી શકે છે જેમ કે વિચારવામાં,વર્તનમાં અને તે અથવા તેણીને  બેચેની તેમજ મુજવણની પરિસ્થિતિની પ્રતિક્રિયા બેચેની અને ચિંતાતુર લાગે છે.

દવાઓ: કેટલીક વખત ડોકટરોઓ પણ ચિંતાની સારવાર માટે દવાઓ આપી શકે છે.આ દવાઓ બે પ્રકારની છે જેમ કે ચિંતા વિરોધી દવાઓ અને ચિંતામુક્ત દવાઓ. ચિંતા વિરોધી દવાઓના ઘણાં બધાં પ્રકારો છે અને તે શક્તિશાળી દવાઓ હોય છે.ઘણા બધા બીજા રસ્તો દ્વારા પણ થઇ શકે પરંતુ સામાન્ય રીતે આ દવાઓ લાંબા સમય માટે લેવી જોઈએ.

હતાશા વિરોધી દવાઓ ચિંતાની સારવાર માટે ઉપયોગી છે પરંતુ તે પણ ચિંતા માટે સહાયક થાય છે. તેઓને કામ શરુ કરવામાં કેટલોક સમય લાગી શકે છે.આ દવાઓ જેમ કે માથાનો દુઃખાવો,ઉબકાં થવા અથવા સૂવામાં તકલીફ થવી જેવી આડઅસરો થઈ શકે છે.તે હતાશા વિરોધી દવાઓ ઘણાં બધા લોકોને અસરકારક સાબિત થઈ શકે છે તેમ છતાં એ પણ જાણવું જરૂરી છે કે આ દવાઓ ખાસ કરીને બાળકો,કિશોરો અને યુવાનો માટે હાનિકારક થઈ શકે છે કે કેમ.આથી ડોક્ટરની સલાહ માર્ગદર્શન પછી જ તે લેવી જોઈએ.   

સંદર્ભો: www.nimh.nih.gov
www.nhs.uk

 

આજે જીવનમાં,દરેકને તનાવ હોય છે.વ્યક્તિ તનાવ ઘટાડવા માટે વિવિધ પ્રવૃતિઓ જેમ કે યોગ,ધ્યાન,રમતો અને સંગીતમાં પોતાની જાતને વ્યસ્ત રાખે છે.

પરંતુ નવરાશની પળોમાં સમય કાઢીને અમુક રમતોનો વિકાસ કરીશું.

 

 • PUBLISHED DATE : Dec 14, 2015
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Dec 14, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.