રૂબેલા

રૂબેલા (જેને જર્મન ઓરી તરીકે પણ ઓળખવામાં આવે છે) રૂબેલા એક વાઈરલ ચેપ છે જે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે.સામાન્ય રીતે રૂબેલા એક હળવો ચેપ છે.તે નજીવા ફેરફારો સાથે શરૂઆત પામીને ઘણી વખત પુખ્ત વયના લોકોને પણ ગંભીર અસર કરી શકે છે.બહું ઓછા કિસ્સામાં ચામડી ખરાબ થવાની શક્યતા રહે છે.રૂબેલા એક અપેક્ષાકૃત હળવો  ચેપ છે.જે વિકસિત થયેલાં ભ્રુણ પર પ્રભાવક ચેપની અસરો છોડી શકે છે.

ઉપાર્જિત (દા.ત.જન્મજાત નહીં) રૂબેલા સક્રિય કિસ્સાઓમાં શ્વસન તંત્રની પાતળી હવાઓ અને પ્રવાહી ટીપાંઓ દ્વારા ચેપ ફેલાવી શકે છે.(રૂબેલા સાથે પીડાતાં લોકોના શ્વાસ દ્વારા પણ તેનો ચેપ લાગી શકે છે) તેના ચેપનો વાઈરસ પેશાબ,મળ અને ચામડીમાં પણ જોઈ શકાય છે.

References: સંદર્ભો :

૨-૩ અઠવાડિયા દરમ્યાન ઈંડાનું સેવન થાય છે.તેના લક્ષણો આ મુજબ છે:

 • ફ્લુ જેવાં લક્ષણો
 • લાલ-ગુલાબી સૂકી ફોલ્લીઓ
 • લસિકા ગાંઠોમાં સોજો આવવો
 • ઉચ્ચ તાપમાન આવી જવું                

સંદર્ભ:

 રૂબેલા એ રૂબેલા વાઈરસ (ટોગા વાઈરસ) દ્વારા ફેલાય છે.આ ચેપ ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વાસ કે ટીપાં વડે બિનચેપી વ્યક્તિમાં ફેલાય છે.

 સંદર્ભો :

લોહીનું પરીક્ષણ:

લોહીનું પરીક્ષણ એન્ટીબાયોટિક રીતે કરવામાં આવે છે જેમ કે:

 • રૂબેલાના નવા ચેપની હયાતી માટે આઈજીએમ આપવામાં આવશે.
 • ભૂતકાળમાં કે ભવિષ્યમાં રૂબેલાનો ચેપ લાગે નહિ તે માટે રોગપ્રતિકારક શક્તિ માટે રસીકરણ કરવામાં આવશે.
 • જો એન્ટીબોડીની ઉપસ્થિતિ ન હોય,રૂબેલાનો કોઈ ચેપ ન હોય તો પ્રતિરક્ષા માટે કોઈ રસીકરણ આપવાની જરૂર રહેતી નથી.   

ખાસ કરીને સામાન્ય તાવ કે દુખાવામાં રાહત મેળવવા માટે આઈબુપ્રોફેન/પેરાસીટામોલ જેવી દવાઓ આપવામાં આવે છે.દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પદાર્થો પીવાની સલાહ આપવામાં આવે છે.

સંદર્ભwww.nhs.uk

જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ (સીઆરએસ)

ગર્ભમાં રહેલાં બાળકને જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ (સીઆરએસ)  ના કારણે નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:

 • મોતિયો (આંખોના લેન્સમાં વાદળછાયા પેચ લાગવવા પડે) અને આંખોમાં અન્ય ખામીઓ
 • બહેરાશ
 • જન્મજાત હદયની બિમારીઓ (હદયનો વિકાસ યોગ્ય રીતે થયો ન હોય)
 • શરીરના બાકીના અવયવોની તુલનામાં માથાનો ભાગ પૂર્ણ રીતે વિકસિત ન હોવો.
 • સામાન્ય વૃદ્ધિની તુલનામાં ધીમી ગતિએ  વિકાસ
 • મગજ,યકૃત,ફેફસાં અને મગજમાં ખામીઓ હોવી 

 સંદર્ભ:

www.cdc.gov

 

રૂબેલા,ગાલપચોળીયા અને રૂબેલાની રસી(એમએમઆર) આપવામાં આવે છે.સામાન્ય રીતે ૪ થી ૬ વર્ષની ઉંમર દરમ્યાન ઓરીના બે ડોઝ આપવામાં આવે છે જેમાં પ્રથમ ડોઝ ૧૨-૧૫ મહિનાની ઉમર દરમ્યાન અને બીજો ડોઝ ૪ અઠવાડિયાના અંતરાલ પછી આપવામાં આવે છે.

 સંદર્ભ:

 • PUBLISHED DATE : Mar 29, 2016
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Mar 29, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.