પેટનો દુઃખાવો

પેટનો દુઃખાવો છાતીમાં અને છાતીથી કમર વચ્ચેના કોઈ પણ ભાગમાં અનુભવી શકાય છે.  

દુઃખાવો હળવો,મધ્યમ અઠવ ગંભીર હોઈ શકે છે.તે ધીમો અથવા તીવ્ર રીતે હોઈ શકે છે.

મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે.પેટનો દુઃખાવો કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ તીવ્ર પેટનો દુઃખાવો ચિંતાનો વિષય છે.  અચાનક દુઃખાવો થાય અથવા અણધારી રીતે દુઃખાવો થાય તેને તાત્કાલિક પરિસ્થિતિ કહે છે,તે અનુસાર તેની તપાસ કરવી જોઈએ.

  

સંદર્ભોwww.nhs.uk 
www.nlm.nih.gov 
www.nlm.nih.gov 
www.ncbi.nlm.nih.gov

 

 

વિભિન્ન પ્રકારની તીવ્રતા અને પ્રકૃતિ પ્રમાણે પેટનો દુઃખાવો થતો હોય છે,તે આ પ્રમાણે છે :

 • પેટમાં ગોટલા ચઢી જાય તેવો તીવ્ર દુઃખાવો
 • આવતાં અને જતા છુપી રીતે પીડા થવી
 • ઉલટી સાથે દુઃખાવા થવો

સંદર્ભ :  www.nhs.uk

વિવિધ પરિસ્થિતિમાં પેટના દુ:ખાવા સાથે સંકળાયેલા છે. પેટના દુ:ખાવાના કારણો સમાવેશ થાય છે :

• કબજીયાત

• તામસી આંતરડા સિંડ્રોમ

• ખોરાકની એલર્જી

ખાદ્ય પદાર્થોની ઝેરી અસર

• માસિકની પીડા

અચાનક  તીવ્ર પેટનો દુ:ખાવો :

• પેટમાં ચેપ

• આંતરપુચ્છ

• એક છિદ્રિત પેપ્તિક અલ્સર

• યકૃતમાં પથરી

• કિડનીમાં પથરી

• ડાઇવર્ટિકલ્ટીસ: નાના આંતરડામાંથી કોથળીના ભાગમાં લાવવા માટે થતી બળતરાં

પુખ્ત વયના લોકોને થતા અન્ય સામાન્ય કારણો :

 • તામસી આંતરડા સિંડ્રોમ
 • ક્રોહન રોગ
 • પેશાબની નળીઓના વિસ્તારમાં ચેપ
 • લાંબા ગાળાના પેપ્ટીક અલ્સર
 • કબજિયાત
 • ઈર્ષા અને એસિડીક ઓડકાર

બાળકોમાં જોવા મળતાં સામાન્ય કારણો

કબજિયાત

• પેશાબની નળીઓના વિસ્તારમાં ચેપ

• ચિંતા

• ઈર્ષા અને એસિડીક ઓડકાર

સંદર્ભોwww.nlm.nih.gov 

www.nhs.uk

 

ખાસ કરી પેટનો દુઃખાવો સમય પ્રમાણે થતો હોય છે,પરંતુ દુઃખાવો ઘટે નહિ ત્યારે તબીબી સલાહ લેવી જોઈએ :

 

 • એક અઠવાડિયું અથવા તેના કરતા વધુ સમય સુધી પેટનો દુઃખાવો રહેવો
 • ૨૪ કલાકથી ૪૮ કલાક સુધી વધારે ગંભીર અથવા સતત પેટનો દુઃખાવામાં સુધારો ન થવો અથવા ઉલટી કે ઉબકા સાથે દુઃખાવો થાય છે.
 • તેનો સોજો વધારેમાં વધારે ૨ દિવસ સુધી રહે છે.
 • બળતરાંમાં વધારો થવો અથવા પેશાબ વારંવાર લાગવી
 • ૫ દિવસ કે તેથી વધુ સમય સુધી ઝાડા રહેવા
 • દુઃખાવા સાથે તાવ આવવો (યુવાનો માટે ૧૦૦ ડી.ફે.અને બાળકો માટે ૧૦૦.૪ ફે. થી વધારે)
 • લાંબા સમય સુધી ભૂખ લાગવી
 • લાંબા સમય સુધી યોનિમાંથી લોહી વહેવું
 • ખબર ન રહે તેમ વજન ઘટવું

સંદર્ભ : www.nlm.nih.gov

સામાન્ય રીતે,પેટના દુઃખાવાના કારણો પર તેની સારવાર આધાર રાખે છે.  

ખાસ કરીને તેની સારવાર  જઠરાગ્નિને લગતા રોગો (જર્ડ) ની દવા પર આધારિત અથવા અલ્સર પર નિર્ભર હોય છે.

ચેપના કિસ્સામાં એન્ટી બાયોટિક દવાઓનો ઉપયોગ કરવો

તમારી ખાવાની આદતોને શોધવી

જાંઘ અને નાભિ) શસ્ત્રક્રિયા વડે સારવાર કરવાના સંકેતોમાં જેમ કે  આંતરપૃચ્છ અથવા સારણગાંઠનો સમાવેશ થાય છે.

કોઈ પણ સારવાર કરાવતા પહેલાં ડોકટરની સલાહ લેવી જોઈએ.

સંદર્ભwww.nlm.nih.gov

 • PUBLISHED DATE : Nov 23, 2015
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Nov 23, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.