ઈબોલા વાઈરસ (ઈવીડી)

 • ઈબોલા વાઈરસ (ઈડીવી) વાઈરલ રક્તસ્ત્રાવી તાવના કારણે થતી એક બિમારી છે,જેને ઈબોલા રક્તસ્ત્રાવી તાવ (ઈએચએફ) તરીકે પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિની લોહી પદ્ધતિને અસર કરે છે.  
 • તે મનુષ્ય અને મનુષ્યગત પ્રાણીઓ (નર વાંદરાઓ જેમ કે વાંદરા,ગોરિલ્લા અને ચિમ્પાન્ઝી)ને થતી એક ગંભીર અને પ્રાણઘાતક બિમારી છે.
 • આ ચેપ વાઈરસના કારણે ફેલાય છે.જે જંગલી પ્રાણીઓ દ્વારા લોકોમાં ફેલાય છે આ ઉપરાંત આ બિમારી આ બિમારી મનુષ્ય વસ્તીમાં પ્રસારિત થાય છે.
 • ઈડીવીના ચેપના કારણોમાં ૯૦% કિસ્સાઓમાં વ્યક્તિનું મૃત્યું થાય છે.
 • ઈવીડીનો પ્રકોપ (અચાનક રોગનો પ્રવેશ) ઉષ્ણ કટિબંધીય વરસાદવાળું વાતાવરણ ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ગામોમાં ઉત્પન્ન થવાં માટેનો જાણીતો વિસ્તાર છે.
 • ઈબોલાની સૌથી વધારે અસર પશ્ચિમ આફ્રિકામાં વર્ષ ૨૦૧૪થી ચાલે છે જેમાં ગિની, લાઈબેરીયા, સિરિયા, લિયોન અને નાઈજીરીયામાં પણ અસર જોવા મળે છે,ઓગસ્ટ ૨૦૧૪માં સૌથી વધારે ૧,૭૫૦ જેટલાં સંદિગ્ધ કેસો જોવા મળ્યાં હતાં.
 • ગંભીર ચેપથી પીડાયેલા દર્દીને ઊંડી તબીબી દેખરેખની જરૂરિયાત હોય છે.આ બિમારી માટે કોઈ ઉપચાર અથવા રસી ઉપલબ્ધ નથી.

 ઈતિહાસ :

ઈવીડીની અસર સૌ પ્રથમ સુડાન અને કાંગો નામના લોકતાંત્રિક ગણરાજ્યમાં જોવા મળી હતી.ખાસ કરીને આ બિમારીની અસર ઉષ્ણકટીબંધીય  વિસ્તારોમાં ઉપસહારા આફ્રિકામાં જોવા મળી હતી.દર વર્ષે ઓછામાં ઓછા એક હજાર વ્યક્તિઓ વર્ષ ૧૯૭૩ થી ૨૦૧૩ સુધી ચેપગ્રસ્ત બન્યા હતા.ઈબોલા વાઈરસ સૌ પ્રથમ ૧૯૭૩માં જૈરે અને સુડાનમાં રક્તસ્ત્રાવી ઈબોલા તાવની અસર રૂપે પ્રગટ થઈ હતી.આ બિમારીની અસર સૌ પ્રથમ ૧૯૭૩માં કાંગો લોકતાંત્રિક ગણરાજ્યનક (જૈરે) માં ઈબોલા નદી કિનારે જોવા મળી હતી.

 ઈબોલાના સંસાધનો

ઈબોલા પ્રશિક્ષણ વિડીયો  

ઈબોલા વાઈરસની બિમારીના લક્ષણો :

૧. તાવ આવવો

૨.માથાનો દુઃખાવો

૩.નબળાઈ આવવી

૪.સાંધાનો દુઃખાવો

૫.ઝાડા થવાં

૬.ઉલટી થવી

૭.પેટમાં દુઃખાવો થવો

૮.ભૂખ ઓછી લાગવી

આ બિમારીની શરૂઆતમાં લોહી વહેતું જોવા મળે છે,જે આંખો કાન આદિ માંથી લોહીનો સ્ત્રાવ વહેવાની શરૂઆત કરે છે.તેની સાથે શરીરની અંદરથી પણ લોહી વહેવાનું શરુ થાય છે.ચેપના સંપર્કમાં આવ્યાં પછી,તેના લક્ષણો બે થી એકવીસ દિવસની વચ્ચે કોઈ પણ ક્ષણે દેખાઈ શકે છે.તેમ છતાં ઈબોલા વાઈરસના સંપર્કમાં આવ્યાં પછી લગભગ આઠ થી દસ દિવસ તેની અસર સૌથી સામાન્ય હોય છે.

ઈવીડી ચારથી પાંચ જેનસ ઈબોલા વાઈરસ ફિલોવિરીડી પરિવારના વાઈરસના કારણે થાય છે,જેનો પ્રકાર મોનોનેગા વાઈરસ છે.નિમ્ન લિખિત વાઈરસના કારણે મનુષ્યમાં ચાર પ્રકારની બિમારીઓ થાય છે

૧.બુડીબુગિયો બોલા વાઈરસ (બીડીબીવી)

૨.જૈરે ઇબોલા વાઈરસ (ઈબીઓડી)

૩.સુડાન ઈબોલા વાઈરસ (એસયુડીવી)

૪.તાઈ જંગલ ઈબોલા વાઈરસ (ટીએએફવી)

બીડીબીવી,ઈબીઓવી,એસયુંડીવી સૌથી ખતરનાક વાઈરસ છે,જે આફ્રિકામાં મોટી સંખ્યામાં તેના પ્રકોપના લીધે ઉત્તરદાયી બને છે.  

મનુષ્યેતર (વાંદરો,ગોરિલ્લા અને ચિમ્પાન્ઝી)માં રોગ ઉત્પન્ન કરવા માટે પાંચમાં વાઈરસ રેસ્ટ્રોન ઈબોલા વાઈરસ (આરઆએસટીવી) ના નામથી ઓળખવામાં આવે છે.

 ફેલાવો :

ક.ચેપના પ્રાથમિક સ્ત્રોત :

આ વાઈરસ પ્રાણીઓ માંથી મનુષ્યમાં ફેલાય છે આ વાઈરસ (પ્રાણીજન્ય) પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે.મનુષ્યોમાં તેનો ચેપ પ્રાણીઓની ચામડીના સંપર્કને કારણે અથવા તેના કાચા માંસના સેવન દ્વારા ફેલાવવાની વધુ સંભાવના રહે છે.

ખ.ચેપના અન્ય સ્ત્રોતો :

આ વાઈરસના નિમ્નલિખિત માધ્યમો વડે એક માણસમાંથી બીજા માણસમાં ફેલાઈ શકે છે.

૧.આ રોગ ચેપી વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળતાં પ્રવાહી પદાર્થો જેવા કે લોહી, પરસેવો, લાળ અને વીર્ય સાથેના સીધાં સંપર્કોમાં આવવાથી ફેલાઈ શકે છે.

 ૨.ચેપી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી સોઈ અને અન્ય વસ્તુઓના સંપર્કમાં આવવાથી ઈબોલા થઈ શકે છે. 

૩.ચેપી વ્યક્તિનું મૃત શરીર ચેપના સંક્રમણનો સ્ત્રોત હોઈ શકે છે.

ચેપ વિશેના તથ્યો :

 • ઈબોલા દવાના માધ્યમો વડે ફેલાઈ શકતો રોગ નથી
 • તે પાણીના માધ્યમોથી પણ ફેલાઈ શકતો રોગ નથી
 • તે ભોજનના માધ્યમો વડે ફેલાઈ શકતો રોગ નથી

આથી આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ઈબોલા ખાદ્ય પદાર્થો વડે,પાણીજન્ય અને દવાજન્ય બિમારી નથી.

જોખમી સંપર્કો :

રોગચાળા વખતે નિમ્ન લિખિત વ્યક્તિઓને ખતરાનું વધારે પડતું જોખમ રહે છે-

અ.સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ

બ.કુટુંબના સભ્યો તથા અન્ય વ્યક્તિઓ ચેપી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવવાથી ચેપ ફેલાઈ શકે છે

ક.સ્મશાન સમારોહમાં મૃત શવના સીધાં સંપર્કમાં આવેલાં શોકાકુલ વ્યક્તિઓને પણ ચેપ લાગી શકે છે

ડ.રોગચાળાની દહેશતવાળા વિસ્તારોમાં યાત્રા કરવાથી પણ ચેપ લાગી શકે છે 

 

ઈબોલા વાઈરસના આરંભિક લક્ષણોના રોગનું નિદાન કરવું મુશ્કેલ છે અને વાઈરસના ચેપને શોધવા મુશ્કેલ છે.જો કે તેમ છતાં ઘણી પ્રયોગશાળાઓમાં તેના ઘણાં બધા પરીક્ષણો થાય છે જેમ કે-

 • એન્ટીબોડી-કેપ્ચર એન્ઝામીન લિન્ક્ડ ઈમ્યુનોસોરબેન્ટ એસે (ઈસીલા)
 • એન્ટીજેન શોધ પરીક્ષણો
 • પોલીમર્સ ચેન રીએક્સન (પીસીઆર)
 • સેલ કલ્ચર બાયવાઈરસ આઈશોલેશન
 • ઈલેક્ટ્રોન માઈક્રોકોપી

ઈબોલા વાઈરસ માટે કોઈ રસી ઉપલબ્ધ નથી.રસી શોધવાના પ્રયત્નો શરૂ છે.આ બિમારીની કોઈ વિશેષ સારવાર નથી.તેમ છતા,ઈબોલા વાઈરસની બિમારી માટે પ્રામાણિક મદદરૂપ સારવારનો સમાવેશ થાય છે,તેમાં સમાવેશ થાય છે-

 • દર્દીના પ્રવાહી અને ઇલેકટ્રોલાઈટસનું સંતુલન જાળવવું
 • તેમના ઓક્સિજન અને રક્ત દબાણની સ્થતિની જાળવણી કરવી 
 • તેમને અન્ય કોઈ પણ ચેપની સારવાર આપવી

ઈબોલા વાઈરસ ચેપના શરૂઆતના નિદાન માટે ખુબ મુશ્કેલી પડે છે આથી તેની સારવાર વહેલી તકે અને સમયસર થાય તે મહત્વપૂર્ણ છે.તેના પ્રાથમિક તબક્કાના લક્ષણો જેવા કે માથાનો દુઃખાવો અને તાવ આવવો તેમજ અચોક્કસ પ્રકારના અને સરળતાથી સમજી ન શકાય તેવાં રોગોનો સમાવેશ થાય છે.આ રોગનું  નિવારણ કરવું એક પડકારરૂપ કામ છે કારણ કે હજુ પણ લોકોને ઈબોલા એચએફનો ચેપ કેવી રીતે લાગ્યો છે તેનું કારણ જાણી શકાતું નથી.

 ભારતમાં તાત્કાલિક સારવારની શરૂઆત :

ડબલ્યુંએચઓ એ જણાવ્યું છે કે પશ્ચિમ આફ્રિકામાં ઈબોલા વાઈરસ બિમારી(ઈડીવી)નો ફેલાવો “સૌથી જટિલ પ્રકોપ હતો,જેને તાત્કાલિક જાહેર સ્વાસ્થ્ય પરિસ્થિતિને જન્મ આપ્યો હતો”.સરકારે ૨૪ કલાકતાત્કાલિક હેલ્પલાઇન ઓપરેશન સેન્ટર ખોલ્યાં છે,જે દરેક લોકોને સૌથી વધુ યોગ્ય તાલીમ અને દેખરેખ પૂરી પાડે છે.રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેડીકલ સાયન્સ નવી દિલ્હી દ્વારા ઈવીડીગ્રસ્ત લોકોની સારવાર આપવા માટેની વ્યવસ્થા માટેની ઓળખ બની છે.હેલ્પલાઇન નંબરો (૦૧૧)-૨૩૦૬૧૪૬૯,૩૨૦૫ અને ૧૩૦૨

પ્રાથમિક નિવારક પગલાંઓ અગમચેતી અને અવરોધરૂપ નર્સિંગ પ્રયુક્તિઓનો પણ સમાવેશ થાય છે.ખાસ કરીને સંક્રામક રોગો જેમાં વ્યક્તિઓ તંદુરસ્ત છે તેમના સંપર્કમાં આવવા પર પ્રતિબંધ છે આવા કિસ્સામાં બિમારી અને માંદગીના પ્રસારણની અસરો ઘટે છે જેથી આઈસોલેશન ના સંપર્ક નિષેધ અને સાવધાનીઓ પ્રભાવક અસર છોડે છે.સામાન્ય રીતે સંસર્ગ નિષેધનો સમયગાળો (ચેપ અને લક્ષણોના દેખાવ વચ્ચેનો સમય) એટલે કે ઈબોલા વાઈરસનો રોગ બે થી એકવીસ દિવસ સુધીનો છે.

હવાઈ મુસાફરી અને તેના નિવારણ માટે દિશા નિર્દેશ અંગે વધુ જાણકારી મેળવવા માટે,નીચે આપેલી લિંક પર કલિક કરો

http://www.cdc.gov

http://www.who.int

નર્સિંગ તકનીકો માટે નિમ્ન લિખિત સાવધાનીઓનો સમાવિષ્ટ છે :

 • રક્ષણ મળી રહે તેવા કપડાં પહેરો (જેમ કે માસ્ક,મોજા,ટોપીઓ અને ગોગલ્સ)
 • ચેપને નિયંત્રણમાં રાખવાં માટેના પગલાંઓ (જેમ કે વંધ્યત્વ અને જંતુનાશક માટે નિયમિત સંપૂર્ણ સાધનોનો ઉપયોગ)
 • તમારી આસપાસના વાતાવરણને ધુમાડો કરવો અને આસપાસ શુદ્ધ વાતાવરણ રાખવું.
 • વાઈરસના જંતુઓ ગરમી,સૂર્યપ્રકાશ,ડીટરર્જંટ અને સાબુ સામે ટકી શકતા નથી
 • મૃત શરીર ઈબોલાનું વહન કરી શકે છે.તેમને રક્ષિત ગીયર વગર સ્પર્શ કરવો નહિ અથવા વધુ સારી રીતે તેની પાસે જવાનું ટાળવું.
 • તમારા હાથોને સાબુ અથવા સેનીટાઈઝરથી ધોવા જોઈએ

સંદર્ભો :

http://www.who.int

http://www.cdc.gov

http://www.cdc.gov

 

 

 • PUBLISHED DATE : Feb 23, 2016
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Feb 23, 2016

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.