Cancer.png

કેન્સર

કેન્સરનો રોગ એ કોષ વિભાજન દ્વારા વર્ગીકૃત થઈને અસામાન્ય પેશીઓની વૃદ્ધિ તરફ લઈ જતાં રોગોનું એક જૂથ છે.ઘણી વખત,લોકોને કેન્સર અને ટયુમરના લક્ષણોમાં એક સમાન સ્થિતિ લગતી હોય છે પણ બધા જ ટ્યુમરો કેન્સર હોતા નથી.

ટ્યુમરના મુખ્ય બે પ્રકાર હોય છે: જીવલેણ ટ્યુમર અને સૌમ્ય ટ્યુમર

જીવલેણ ટ્યુમરો : આ પ્રકારના ટ્યુમરમાં તંદુરસ્ત પેશીઓની આજુબાજુ આક્રમણ કરીને અંગો પર નુકશાન કરી શકે છે.જેમાં કેન્સરના કોષો હોય છે.કેન્સર લસિકા પદ્ધતિ દ્વારા અથવા લોહીના પ્રવાહ વડે શરીરના દૂરના ભાગોમાં પ્રસરે છે.બધા જ ટ્યુમરો કેન્સરગ્રસ્ત નથી.

સૌમ્ય ટ્યુમરોઆ પ્રકારના ટ્યુમરો ગાંઠોને વિકસવા દેતી નથી અથવા તો આસપાસની પેશીઓ પર આક્રમણ થવા દેતી નથી.તેઓ સંપૂર્ણ શરીરમાં ફેલાતી નથી.

મનુષ્યને અસર કરતાં ૨૦૦ થી વધારે જુદા જુદા પ્રકારના કેન્સરો હોય છે.જ્યાંથી કેન્સર શરૂ થાય છે ત્યારે જ મોટે ભાગે તેનું નામ આપવામાં આવે છે.ઉદાહરણ તરીકે ફેફસાનું કેન્સર ફેફસાંથી શરૂ થાય અને સ્તનનું કેન્સર સ્તનથી શરૂ થાય છે.શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી પ્રસારણ થાય છે તેને વિક્ષેપણ કહે છે.કેન્સરના પ્રકાર અને વિકાસ તેના લક્ષણો અને સારવાર પર આધારિત હોય છે.ખાસ કરીને તેની સારવારની યોજનાઓમાં સર્જરી,વિકિરણો અને કીમિયોથેરાપીનો સમાવેશ થાય છે.  

 સંદર્ભો : http://www.cancer.org/

http://www.who.int/cancer/en/
http://www.iarc.fr/
http://www.cdc.gov/cancer/

કેન્સરના લક્ષણો ખાસ કરીને શરીરના જે ભાગોમાં તેની અસર દેખાય છે તેના કારણે લક્ષણો જોવા મળે છે.તેમ છતાં,કેન્સરના લક્ષણોના આધારે વજનમાં ઘટાડો અથવા થાકની સામાન્ય દુર્બળતા જોવા મળે છે,જ્યાં સુધી તે/તેણીને થોડાં સપ્તાહો સુધી અસામાન્ય લક્ષણોનો અનુભવ થતો હોય ત્યાં સુધી વધારે પ્રમાણમાં તબીબી સહાયતા લેવાની સુચના આપવામાં આવે છે.

સ્થાનિક લક્ષણોખાસ કરીને સ્થાનિક લક્ષણો ટ્યુમરના સમૂહને કારણે અથવા ચાંદા પડવાના કારણે થાય છે.ઉદાહરણ તરીકે અન્નનળી સાંકડી થવાની અન્નનળીનું કેન્સર થઈ શકે,તેનાથી મુશ્કેલી અથવા નળીમાં દુઃખદાયક પીડા થવી,આંતરડાના સંકોચનને પરિણામે આંતરડા સાંકડા થવાથી અથવા ગુંચવાઈ જવાથી કેન્સર થવાની શક્યતા રહે છે.

દૈહિક લક્ષણો :

સામાન્ય લક્ષણોના લીધે કેન્સરનો પ્રભાવ દુરથી થતો હોય છે જે સીધાં કે આડકતરી રીતે ફેલાવા માટે સમર્થ હોતા નથી.તેમાં આનો સમાવેશ થઈ શકે છે :

 • અજાણપણે વજન ઘટવું
 • તાવ આવવો
 • સરળતાથી  થાકી ગયાની અનુભુતિ (થકાવટ )
 • ચામડીના રંગ/દેખાવમાં ફેરફાર થવો

સંદર્ભો www.cancerresearchuk.org

www.nhs.uk

 

કેન્સરના ઘણાં બધા કારણો છે :

 • આનુવંશિક પરિવર્તનો
 • સૂર્ય/વિકિરણોના હાનિકારક કિરણોના સંપર્કમાં આવવાથી
 • ભોજન અને શારીરિક પ્રવૃતિઓ
 • વંશપરંપરાગત
 • પર્યાવરણીય પરિબળો
 • અજ્ઞાતહેતુઓ/અજાણ્યા પરિબળો

સંદર્ભો : www.cancer.org

સામાન્ય રીતે કેન્સરના સંકેતો અને લક્ષણોની હાજરી સ્ક્રીનીંગના માધ્યમથી ઓળખી શકાય છે.

સ્ક્રીનીંગ : સ્ક્રીનીંગનું પરીક્ષણ કેન્સરના લક્ષણોને (લક્ષણો દેખાય તે પહેલાં) જલ્દી ઓળખવામાં મદદ કરે છે. જયારે કેન્સરની આરંભની પેશીઓ અસામાન્ય જોવા મળે છે ત્યારે તેની સારવાર અને સંભાળ રાખવાનું સરળ બને છે.લક્ષણો દેખાય ગયા પછી કેન્સરનો વિકાસ અને ફેલાવો થઈ શકે છે.આ સારવાર અથવા ઉપચાર વડે કેન્સરની સારવાર અથવા સંભાળને સરળ બનાવી શકે છે. જયારે ડોકટર કોઈ પણ સ્ક્રીનીંગ પરીક્ષણ કરાવનું કહે ત્યારે ખાસ યાદ રાખવું કે તમારે હંમેશા માની લેવું કે તેનો મતલબ કેન્સર છે એવું નથી.તબીબી પરીક્ષણો દ્વારા સંદિગ્ધ લોકોને કેન્સરની તપાસ કરવામાં આવતી હોય છે.આ પરીક્ષણોની સાથે લોહીના પરીક્ષણો,એક્સ-રે,એમઆરઈ,બાયોપ્સી,પપ સ્મીયર્સ,સિટી સ્કેન અને એન્ડોસ્કોપી અને બીજી ઘણી તપાસનો સમાવેશ થાય છે. 

ઉપાયાત્મક સારવાર: કેન્સરના હુમલા વખતે દર્દીને વધારે સારી રીતે અનુભૂતિ થવી અથવા ન થવી તેનો સંયુક્ત પ્રયાસ કરવો જોઈએ નહીં.કેન્સર સાથે સંકળાયેલા લોકોને શારીરિક,ભાવનાત્મક,આધ્યાત્મિક અને મનો સામાજિક હૂફ આપીને પીડા ઓછી કરવી જોઈએ.

સર્જરી : કેન્સરની સારવાર માટે સર્જરી સૌથી અલગ અને મૌલિક પદ્ધતિ છે અને તેની ભૂમિકા ઉપચારાત્મક ઉપાય અને અસ્તિત્વના કાર્યકાળ  પર આધાર રાખે છે.સામાન્ય રૂપથી બાયોપ્સી જરૂરી છે તે ખાસ કરીને નિશ્ચિત નિદાન અને ટ્યુમરના તબક્કાને શોધી કાઢવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.સામાન્ય રીતે સ્થાનિક સર્જરીમાં જે તે ભાગની  લસિકા ગાંઠો (કેટલાંક કિસ્સાઓમાં) સમગ્ર સમૂહને દૂર કરવા પ્રયત્ન કરે છે.

વિકિરણ : વિકિરણ થેરાપીનો ઉપયોગ કેન્સરના લક્ષણોનો વિકાસ અથવા તો વિકિરણની હાજરીના પ્રયત્નોની દેખરેખ માટે થાય છે બ્ર્રેકીથેરાપી અથવા બાહ્ય થેરાપીના રૂપમાં આવા ઘણાં કિસ્સામાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે જે આંતરિક સ્ત્રોત તરીકે હોઈ શકે છે.

કીમિયોથેરાપી :

સર્જરી ઉપરાંત જુદા જુદા પ્રકારના સંખ્યાબંધ કીમિયોથેરાપીનો ઉપયોગ થઈ શકે છે જેમાં સ્તન કેન્સર,હાડકાનું કેન્સર,સ્વાદુપિંડનું કેન્સર,જઠરનું કેન્સર,વૃશણ કોથળીનું કેન્સર,અંડાશયનું કેન્સર અને કેટલાંક ફેફસાંના કેન્સરનો સમાવેશ થાય છે.

કેન્સરને મ્હાત કરવા સ્ટેમ સેલનું પ્રત્યારોપણ :

ઘણી વખત કીમિયોથેરાપીના વધારે પડતા ડોઝનો ઉપયોગ કરવાથી,વિકિરણ થેરાપીની સાથે ક્રમશ: કેન્સરની કોશિકા નષ્ટ થઈ જાય છે.આ સારવાર પણ હાડકાંના મજ્જાકોષોનો નાશ કરે છે.સ્ટેમ સેલ નાશ પામવાથી તરત જ સારવાર બાદ તેનું પ્રત્યારોપણની જેમ જ નસમાં આપવામાં આવે છે.તેઓ અસ્થિ મજ્જામાં  સ્થિર થઈને વૃદ્ધિ પામે છે અને સમય જતાં તંદુરસ્ત રક્ત કોશિકા બનાવવાની શરૂઆત કરે છે.આ પ્રક્રિયાને રોગગ્રસ્ત અવસ્થા કહે છે.

 

સંદર્ભો : www.cancer.org

www.cancerresearchuk.org

કેન્સરના ટ્યુમર કોશિકાઓ મુખ્યત્વે સમાન સ્તર પર વર્ગીકૃત કરવામાં આવે છે જેનાથી કોશિકાની પ્રાકૃતિક આધાર પર તેનું વર્ગીકરણ થઈ શકે છે :

કાર્સીનોમા : ઉપકાલા કોશિકામાંથી કાઢવામાં આવતી કોશિકાને કાર્સીનોમા તરીકે ઓળખવામાં આવે છે.કેન્સરના આ સામાન્ય સમુહમાં ખાસ કરીને વૃદ્ધ લોકો,સ્તન વિકસિત થતાં બધા જ કેન્સરગ્રસ્તનો સમાવેશ થવો,પ્રોટેસ્ટ,ફેફસાં અને સ્વાદુપિંડ,આંતરડાનો સમાવેશ થાય છે.

સરકોમા : આ કેન્સરની પેશીઓમાંથી તારવેલી હોય છે. (એટલે કે હાડકાં,કાસ્થિ,ચરબી) કે જે મેસેન્સેમલ કોશિકાઓના મૂળ કોષોનો વિકાસ થઈને અસ્થિ મજ્જા બહાર પ્રસરે છે.

લિમ્ફોમા અને લ્યુકેમિયા : કેન્સરના આ બે વર્ગો મજ્જાને છોડવા માટે લસિકા ગાંઠો અને  લોહીને પરિપક્વ બનાવવા માટે હેમાટોપોએટીક કોષો માંથી ઉત્પન્ન થાય છે. બાળકોમાં લ્યુકેમિયાનું કેન્સર થવું સૌથી સામાન્ય પ્રકાર છે.

જીવાણું કોષોની ગાંઠ : પ્લુપીપોટેન્ટ કોષો કેન્સરમાંથી ઉત્પન્ન થઈ (ત્રણ પ્રકારના અલગ ક્ષમતા ધરાવતા સ્ટેમસેલ  ઉત્પન્ન કરે છે : ઇન્ડોડર્મ (અંદરના સ્તરો) (પેટના આંતરિક સ્તરો,જઠરના વિવિધ માર્ગો,ફેફસાં),મેસોડર્મ (મધ્યના સ્તરો) (સ્નાયુ,હાડકાં,લોહી,મૂત્રજનીનાંગો અને એક્ટોડર્મ (બાહ્ય સ્તરો) (બાહ્ય પેશીઓ અને જ્ઞાનતંતુની પ્રણાલી) સૌથી વધુ અંડકોષ અથવા અંડાશયમાં જોવા મળે છે. 

બ્લાટોમા : આ પ્રકારના કેન્સરમાં “પૂર્વચિન્હ” કોષો અથવા અર્ધવિકસિત પેશીઓ માંથી કાઢવામાં આવે છે.વધારે ઉંમરવાળા યુવાનો કરતાં બાળકોમાં બ્લાસ્ટોમા સમાન રીતે જોવા મળે છે.

સંદર્ભ : : training.seer.cancer.gov

 

 

 • ·         કેન્સર એક ચેપગ્રસ્ત બિમારી છે : કેન્સર એ ચેપગ્રસ્ત બિમારી નથી તે ફ્લુ અથવા સર્દીની જેમ ‘પકડીને’ ફેલાતી નથી.તેને ચેપી અથવા સંચારિત રોગના રૂપમાં વહેચી શકાય નહીં.

  ·        કેન્સર વારસાગત છે : સામાન્ય રીતે કેન્સર જીવનશૈલી દ્વારા થતો રોગ છે કેન્સર થવા માટેના કારણોમાં દારૂ,તમાકું કેટલાંક રસાયણ,ઝેરી પદાર્થો અને હોર્મોન્સના નુકશાન દ્વારા થઈ શકે છે.

  ·         આજે તબીબી ટેકનોલોજીના કારણે બધા જ પ્રકારના કેન્સરની નિયમિત તપાસણી કરીને સરળતાથી સારવાર કરી શકાય છે : તેમ છતાં પ્રારંભિક ચરણમાં કેન્સરને જલ્દીથી શોધી શકાય છે પણ કેટલાંક કેન્સરને હજુ સુધી શોધી શકાયા નથી.

  ·         બાયોપ્સીથી અથવા બાયોપ્સી વખતે સોઈ દ્વારા કેન્સરના કોષો હેરાન કરી શકે અને શરીરના જુદા જુદા ભાગોમાં ફરી શકે છે : કેન્સરના ઘણાં પ્રકાર,સોઈ બાયોપ્સી દ્વારા કેન્સરના કોષો ફેલાય છે  (વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે ઉપયોગ કરવામાં) તેના કારણે કોઈ નિર્ણાયક સાબિતી હોતી નથી.

 •  દરેકની સારવાર હોય કે જેને કેન્સર હોય : દરેક વ્યક્તિ ડોકટર સાથે પરામર્શન કરીને ઉપચાર કરવાની બાબતો શીખીને પોતાની જાતે વિકલ્પો પસંદ કરી શકે છે.કેન્સર સાથે કેટલાંક લોકોને કોઈ ચિન્હો અથવા લક્ષણો હોય તો પ્રાથમિક તબક્કામાં ડોક્ટર કેટલીક રાહત આપતી દવાઓ સુચવી શકે છે.

 •    કેન્સર હંમેશા દુ:ખદાયક છે : કેટલાંક કેન્સરના કારણોમાં ક્યારેય દુઃખાવો થતો નથી અને સંપૂર્ણ દુઃખાવા રહિત હોય છે.કેન્સરની પીડાનો અનુભવ થતો  નથી તેવાં લોકો,ખાસ કરીને ઉન્નત કેન્સર સાથેના લોકોને ડોકટરો તેમના દુઃખાવામાં રાહત અને નિયંત્રિત કરવા માટેના ઉપાયો અને રસ્તાઓ શીખવી શકે  છે.તેમ છતાં બધી પીડા પૂરી થતી નથી તે કેન્સરના દર્દીની રોજિંદી જીવનયાત્રા પર નિયંત્રિત કરીને અસર ઉભી કરી શકે છે. 

 •    સૌથી વધારે સ્તનની ગાંઠો કેન્સરગ્રસ્ત હોય છે : મોટા ભાગે સ્તનની ગાંઠો કેન્સરગ્રસ્ત હોતી નથી પણ ડોકટર પાસે પરીક્ષણ કરાવી લેવું જોઈએ, સ્ત્રીઓએ  કોઈ પણ પ્રકારના પરિવર્તનો વખતે જાણ કરવી અને દૂર ભાગવું જોઈએ નહીં,કારણ કે સ્તન કેન્સરને જલ્દીથી શોધી કાઢવું ફાયદાકારક છે.તમારાં  ડોકટરને મેમોગ્રાફ,અલ્ટ્રાસાઉન્ડ અથવા બાયોપ્સી કરાવીને સ્તનમાં કેન્સર ગાંઠ છે કે કેમ તેની ભલામણ કરવી જોઈએ.

 •    સ્તન પ્રત્યારોપણ કરાવવાથી કેન્સરના જોખમમાં વધારો થાય : સ્ત્રીઓ સાથે સ્તન પ્રત્યારોપણ કરવાથી સ્તન કેન્સરના મોટા જોખમો રહેતાં નથી.સ્ટાન્ડર્ડ  મેમોગ્રામ ઘણી વખત યોગ્ય રીતે કામ ન કરી શકે પરંતુ એક્સ-રે ઘણી વખત સ્તન વિકાસને સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે મદદરૂપ થાય છે

 •    નકારાત્મક મેમોગ્રાફીનો અર્થ કેન્સર માટે ચિંતાનો વિષય નથી : મેમોગ્રાફી મોટા ભાગે પ્રથમ સ્તન કેન્સરની શોધ કરવા માટે કરવામાં આવે તે પહેલાં  તેની અનુમતિ અથવા તેના લક્ષણો ઉત્પન્ન થતાં હોય છે.એકંદરે મેમોગ્રાફ ૮૦-૯૦ % કેન્સરની શક્યતા કરી શકે પણ જ્યાં સુધી ૧૦-૨૦ % ન થાય ત્યાં  સુધી ચોક્કસ શોધ થઈ શકતી નથી.

 • આપણે કેન્સર વિશે વાત કરવાની જરૂરિયાત રહેતી નથી : જયારે તમે કેન્સર વિશે કશું જાણતા નથી ત્યારે અને અન્ય વ્યક્તિ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવે છે ત્યારે  કેન્સરને એક મુશ્કેલ વિષય તરીકે ઓળખવામાં આવે છે.કેન્સર વિશે વાતો કરતાં ભાગીદારો (જીવનસાથી) પરિવારના સભ્યો,મિત્રો અને સહકર્મચારીઓને આ લાગણીઓના શમન માટે મદદ કરી શકો છો અને આ રોગ સાથેના ઉપચારોને જાહેરમાં રજુ કરીને તેના પરિણામમાં સુધારો લાવીને તમે ચિંતામુક્ત અનુભૂતિ કરી શકો છો

 •  કેન્સરની સારવાર માટે કોઈ પણ ઉપાય શક્ય નથી : કેન્સરના પ્રાથમિક તબક્કામાં ખ્યાલ અવી જાય છે કે શું કરી શકાય,તેને ટાળી શકાય છે તેવી માન્યતા પણ છે, અને સૌથી સામાન્ય વાત એ છે કે યોગ્ય ઉપચાર વડે તેના એક તૃતીયાશ ભાગને રોકી શકાય છે.

 •   કેન્સરના કોઈ ચિન્હો કે લક્ષણો હોતા નથી : તે સત્ય છે કે બધા જ કેન્સરના ચિન્હો અને લક્ષણોને ઓળખી શકાતા નથી, પણ બીજા ઘણાં બધા કેન્સરો, સ્તનકેન્સર, ગર્ભાશય, ગ્રીવા, ચામડી, મુખ અને કોલોરેકટરલ કેન્સરોની જલ્દી તપાસ કરાવવાથી અવશ્ય લાભો થાય છે.વહેલી તકે તપાસ કરાવવી તે જાગરૂકતાનું પ્રથમ પગથિયું છે જેથી વ્યક્તિઓને મહત્વપૂર્ણ લાભો થાય,સ્વાસ્થ્ય વ્યવસાયિકો અને નીતિના ઘડનારાઓ કેન્સરના ચિન્હો અને લક્ષણોને ઓળખવામાં શિક્ષિત બની શકે છે. 

 • સંદર્ભો: www.worldcancerday.org

www.mayoclinic.org

 • PUBLISHED DATE : Jun 06, 2015
 • PUBLISHED BY : NHP CC DC
 • CREATED / VALIDATED BY : NHP Admin
 • LAST UPDATED ON : Oct 26, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.