પરિચય
ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભારતના નાગરિકોને આરોગ્ય સંબંધી સેવાઓ પૂરી પાડવા માટે અને આરોગ્ય સંબંધી સેવાઓ આપવા માટે રાષ્ટ્રીય જ્ઞાન આયોગ દ્વારા આ યોજના શરુ કરી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વારમાં વિવિધ પ્રવૃત્તિઓની વ્યવસ્થા કરવામાં આવી છે.જેનો હેતુ સ્વાસ્થ્યવિજ્ઞાન સંબંધી જાણકારી આપવાનો છે
ધ્યેય
બધા માટે સ્વાસ્થ્ય વિષયક અધિકૃત માહિતીનો પ્રવેશદ્વાર.
સમજ
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વાર બનાવવાનો હેતુ નાગરિકો,વિદ્યાર્થીઓ,આરોગ્ય સંભાળ રાખનાર વ્યવસાયિકો-સંશોધકો માટે પ્રમાણિત સ્વાસ્થ્ય અંગેની જાણકારી મળી રહે તે છે.
લક્ષ્ય
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વારનું લક્ષ્ય ભારતના તમામ નાગરિકો માટે સ્વાસ્થ્ય સંબંધી માહિતી અને આરોગ્ય સંભાળ સેવાઓનું વિતરણ,ચકાસણી અને પ્રચાર દ્વારા નિરોગી સ્વાસ્થ્ય રાખવાનું લક્ષ્ય સેવે છે.